Team Chbauk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ભેટસુડા ગામમાં ન બનવો જોઈએ એવો બનાવ બની ગયો છે. આ કાંડ એવું છે જેની દેશવ્યાપી ટીકા કરવામાં આવે તો પણ ઓછી પડે. 21મી સદીમાં અને કોરોના સામે લડવા વિજ્ઞાન જ એકમાત્ર આધાર છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ભેટસુડા ગામમાં ત્રીસ અબોલા જાનવરોની બલિ ચડાવી દેવામાં આવી.
આ ઘટના અંગે વિજ્ઞાન જાથાના લોકોને ખબર પડતા તેમણે લડત આપવાનું મન બનાવ્યું હતું. તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી. આ ઘટનામાં એવા આક્ષેપો થઈ રહ્યા છે કે બે વખત પોલીસને જાણ કરવામાં આવી છતાં એમણે કાને નહોતું લીધું. ઉપરથી એવો આક્ષેપ પણ છે કે નાની મોલડીની પોલીસ ત્યાં આટા મારી રહી હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવી.
બલિમાં એક પાડો અને ત્રીસ બોકડા ચડાવી દેવામાં આવ્યા છે. આ ઘટના એક બે નહીં પણ ચાર હજાર જેટલા શ્રદ્ધાળુઓની હાજરીમાં બની હતી. ઘટના બન્યા પછી તપાસ કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાએ કહ્યું કે, માનતા અને રિવાજના નામે અબોલા પશુઓના જીવ લઈ લેવાની શરમજનક ઘટના બની છે.
આ સમગ્ર ઘટના અંગે ભારત જન વિજ્ઞાન જાથા સાથે સંકળાયેલા કમલ ભટ્ટ, હિતેશ દવે, ગુલાબ સિંહ ચુડાસમા, ઉમેશ રાવ, એસ.આર.દવે પશુ બલી મુદ્દે કાચુ કપાયુ હોય પોલીસની શંકાસ્પદ ભૂમિકાની તપાસ કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
વિજ્ઞાન જાથા દ્વારા વારંવાર સમાજમાં પ્રસરેલ દુષણો અને અંધશ્રદ્ધાઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે માતાજીના નામે 31 અબોલા પશુઓની બલિનો કિસ્સો સામે આવતા તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત