Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં SRP ગ્રૂપ-1માં ફરજ બજાવતા જવાને આત્મહત્યા કરી લીધી છે. ફરજ દરમિયાન પોતાની જ સર્વિસ રાયફલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે. SRP જવાન છેલ્લા કેટલાય સમયથી ફરજ બજાવતા હતા. પરિવારનું કહેવું છે કે તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી બીમાર હોવાના કારણે આ પગલું ભર્યું છે. હાલમાં એસઆરપી જવાનો મૃતદેહ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ નર્મદા જિલ્લાના ટીલાકવાળા તાલુકાના ફતેપુરા ગામના અને છેલ્લા 28 વર્ષથી SRPમાં ફરજ દરમિયાન પ્રવીણભાઈ બારીયાએ ફરજ દરમિયાન પોતાની સર્વિસ રાયફલ વડે માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, પ્રવીણભાઈએ બીમારીના કારણે જીવન ટૂંકાવ્યું છે. તેઓ છેલ્લા 14 વર્ષથી બીમારીથી પીડાતા હતા. હાલમાં SRP જવાનનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ આત્મહત્યા કયા કારણોસર કરી છે તેનું સાચું કારણ અકબંધ છે. મૃતક SRP જવાન શહેરના લાલબાગ ખાતે આવેલ SRP કેમ્પસમાં ફરજ બજાવતા હતા અને ત્યાં જ ફરજ દરમિયાન આત્મહત્યા કરી લેતા પરિવારમાં અને સાથી જવાનોમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે.
મૃતક SRP જવાન પ્રવીણભાઈ બારીયાના સ્વજન મોહનભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, પ્રવીણભાઈ બારીયા છેલ્લા 28 વર્ષથી SRPમાં બજાવતા બજાવતા હતા. અને તેઓ છેલ્લા 14 વર્ષથી બીમારીના કારણે પરેશાન હતા. ફરજ દરમિયાન સર્વિસ રાયફલ વડે ગોળી મારી આપઘાત કરી લીધો છે. આ પગલું બીમારીથી કંટાળીને ભર્યું હશે તેવું પ્રાથમિક તારણ છે. હાલમાં પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન નિરાધાર બન્યા છે. પોતાના ઘરનો મોભી ગુમાવતા પરિવાર આઘાતમાં છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતક જવાનના અંતિમસંસ્કાર પોતાના વતન નર્મદા જિલ્લાના ફતેપુર ગામ ખાતે કરાશે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા