Homeદે ઘુમા કેવરૂણ ચક્રવર્તીની એક ભૂલના કારણે ટી.નટરાજનને જેકપોટ લાગી ગયો

વરૂણ ચક્રવર્તીની એક ભૂલના કારણે ટી.નટરાજનને જેકપોટ લાગી ગયો

IPL2020માં યોરકર્સથી વિરોધી ટીમોને પરેશાન કરનારા ટી નટરાજનને ભારતીય ટીમમાં જગ્યા મળી ગઈ છે. હૈદરાબાદ તરફથી રમતો આ ફાસ્ટ બોલર હવે ભારતની ટી-20 ટીમમાં રમશે.  

નટરાજનને વરૂણ ચક્રવર્તીની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે.  IPLની ડેથ ઓવરમાં સારુ પ્રદર્શન કરીને આ ખેલાડીએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ સિરીઝમાં નટરાજને 16 મેચમાં 31.50ની એવરેજથી 16 વિકેટ ઝડપી છે. નટરાજનની ઈકોનોમી 8.02 છે. જ્યારે સ્ટ્રાઈરેટ 23.56 છે.

બીજી તરફ સ્પીનર વરૂણ ચક્રવર્તી ટી-20 ટીમમાંથી બહાર થઈ ગયો છે. કથિત રીતે વરૂણે ખભાની ઈજા છુપાવી હોવાનો આરોપ છે.  BCCIએ આપેલી જાણકારી મુજબ વરૂણ ચક્રવર્તી ખભાની ઈજાના કારણે જ ટીમમાંથી બહાર થયો છે. વરૂણની જગ્યાએ  સિલેક્ટર્સે નટરાજન પર પસંદગીની મહોર મારી હતી.

આરોપ છે કે, વરૂણ ચક્રવર્તીએ BCCI સાથે એ વાત છુપાવી હતી કે તેના ખભામાં ઈજા છે. ખભામાં ઈજા હોવા છતાં તેણે KKR તરફથી રમવાનું ચાલુ રાખ્યું હતુ. હવે વરૂણને સર્જરી કરાવવી પડશે. ચર્ચા છે કે, ઈજાની વાત છુપાવવાથી BCCI અને પસંદગી સમિતિ નારાજ છે.

બીજી તરફ ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ ટેસ્ટ મેચ બાદ પેટરનિટી લીવ પર જશે. વિરાટને પેટરનિટી લીવની મંજૂરી આપી દેવાઈ છે.ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચ રમ્યા બાદ કોહલી  પેટરનિટી લીવ પર જશે. શરૂઆતમાં ટેસ્ટ ટીમમાં જગ્યા ન મળ્યા બાદ હવે  રોહિતને ટી-20માં જગ્યા મળી છે.આ ઉપરાંત શરૂઆતમાં માત્ર વધારાના વિકેટ કીપર તરીકે ટી-20માં જગ્યા મળ્યા બાદ હવે સંજૂ સેમસનને વન ડે ટીમમાં પણ જગ્યા મળી ગઈ છે. ભારત 27 નવેમ્બરે વન ડે મેચથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. વન ડે ક્રિકેટ બાદ ત્રણ ટી-20 મેચ રમાશે. 17 ડિસેમ્બરે ચાર મેચની ટેસ્ટ સિરીઝ રમાશે.

ટી-20માં કોણ સામેલ  છે ?

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દિપક ચહર અને ટી નટરાજન

વન ડેમાં કોણ સામેલ છે ?

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુબમન ગિલ, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર અને સંજુ સેમસન

ટેસ્ટ ટીમમાં કોણ સામે છે ?

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, શુભમ ગિલ, રિદ્ધિમન સાહા, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની,  કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન અને મોહમ્મદ સિરાજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments