Homeદે ઘુમા કેT20 World Cup 2022: પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનવા ટીમ ઈન્ડિયાના આ...

T20 World Cup 2022: પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનવા ટીમ ઈન્ડિયાના આ બે ખેલાડીઓ સૌથી આગળ

Team Chabuk-Sports Desk: T20 World Cup 2022 પોતાના અંતિમ તબક્કમાં છે. બન્ને સેમિ ફાઇનલ મેચો રમાઇ ચૂકી છે આગામી રવિવારે ચેમ્પિયન બનવા માટે બે ટીમો વચ્ચે જંગ જામશે, એકબાજુ ન્યૂઝીલેન્ડને હરાવનારી પાકિસ્તાની ટીમ છે, તો બીજીબાજુ ભારતીય ટીમને હરાવીને ફાઇનલમાં પહોંચેલી ઇંગ્લિશ ટીમ છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેમ્પિયન બનવા માટે જંગ જામશે.

T20 World Cup 2022માં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો સારી રીતે રમી પરંતુ સેમિ ફાઇનલ મેચમાં હાર સાથે વિદાય લેવી પડી હતી. ભારતીય ટીમને ઘણીબધી આશા હતી કે ફાઇનલ જીતીને ટ્રૉફી હાથમાં લઇ લેશુ પરંતુ ઇંગ્લેન્ડે બહુ મોટો ઝટકો આપતા ટીમને બહાર ધકેલી દીધી હતી. જોકે, આ બધાની વચ્ચે ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, તે છે આઇસીસી T20 World Cup 2022 માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટમાં (player of the tournament) ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓ સામેલ છે.

એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આઇસીસી T20 World Cup 2022 માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે જે નામોને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં ભારતીય ટીમના બે ખેલાડીઓ ટૉપ પર છે, એક વિરાટ કોહલી અને બીજો સૂર્યકુમાર યાદવ આ લિસ્ટમાં સામેલ છે. આ ઉપરાંત પાકિસ્તાનનો ફાસ્ટ બૉલર શાહીન શાહ આફ્રિદી પણ આ લિસ્ટમાં સામેલ છે. ભારતીય ફેન્સને આશા છે કે, T20 World Cup 2022ની ટ્રૉફી ભલે ના આવી પરંતુ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ભારતીય ખેલાડીને જરૂર મળશે.

આઇસીસી T20 World Cup 2022 ટૂર્નામેન્ટની વાત કરીએ તો, બેટિંગ માટે આ વખતે વિરાટ કોહલીએ ધમાલ મચાવી છે. વિરાટે T20 World Cup 2022માં 6 ઇનિંગ રમી છે, જેમાં 98.66ની બેટિંગ એવરેજથી 296 રન બનાવ્યા છે, જે આ T20 World Cup 2022માં કોઇપણ વ્યક્તિગત રીતે હાઇએસ્ટ સ્કૉર છે. જ્યારે સૂર્યકુમાર યાદવે પણ આ ટી20 વર્લ્ડકપમાં 6 ઇનિંગ રમી છે, અને 59.75ની બેટિંગ એવરેજથી 239 રન બનાવ્યા છે. જે આ ટૂર્નામેન્ટમાં આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. આ બન્ને ખેલાડીઓએ ઓછી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરીને બતાવી છે, જેના કારણે શૉર્ટલિસ્ટમાં ટૉપ પર છે.

આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં આજે બીજી સેમિ ફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG)ની વચ્ચે એડિલેડ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમની શાનદાર જીત થઈ છે. ભારતીય ટીમે 20 ઓવર રમીને 6 વિકેટો ગુમાવીને 168 રન બનાવ્યા હતા, જેમાં કોહલી અને હાર્દિકની દમદાર ફિફ્ટી સામેલ હતી. ફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લિશ ટીમને 169 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. જે ઈંગ્લેન્ડે 16 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments