Homeગુર્જર નગરીગાયોનું દર્દ જોઈને તાલાલાના ધારાસભ્યએ ગૌ સારવાર કેન્દ્ર ચાલુ કર્યું, ગાયની સારવાર...

ગાયોનું દર્દ જોઈને તાલાલાના ધારાસભ્યએ ગૌ સારવાર કેન્દ્ર ચાલુ કર્યું, ગાયની સારવાર નિઃશુલ્ક કરશે

શૈલેષ નાઘેરા: ગાયોની સંભાળ આહીર સમાજ માટે વિશેષ જવાબદારી છે. કારણ કે ભગવાન કૃષ્ણના સમયમાં જેની પાસે વધુ ગાય તે અમીર કહેવાતો, પણ સમય બદલાતા બધું બદલાય જાય છે અને ગાયો રસ્તા પર રખડતી જોવામાં મળે છે અને વાહનો સાથે પણ અથડાય છે અને ઇજાગ્રસ્ત બને છે. ત્યારે તેની કોઈ સંભાળ લેવા આવતું નથી. પરંતુ સોરઠ વિસ્તારમાં અનેક સેવા કાર્યો કરતા એવો બારડ પરિવાર ગાયોની સેવામાં આગળ આવ્યો છે. તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ગૌ સારવાર કેન્દ્ર ચાલુ કરાયું છે. ભગવાનભાઈ ધાનાભાઈ બારડ દ્વારા સંચાલિત ગૌ સારવાર કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં ગાયની સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે. સારવારનો કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

ગાયોના ઓપરેશન માટે પણ અનુભવી ડોક્ટરો રાખવામાં આવ્યા છે. જેમાં ગાયનું ઓપરેશન પણ અનુભવી ડોકટરો કરી આપશે. રખડતી ગાય પણ ઇજાગ્રસ્ત થશે સારવાર કેન્દ્રના ગૌ સેવકની ટીમ ઘટના સ્થળે હાજર થઈ જશે અને ગાયની સારવાર કરવામાં આવશે.

કોરોના મહામારીમાં પણ જ્યારે લોકોને બેડ મળતા ન હતા, એ સમયે બારડ પરિવાર આગળ આવ્યો હતો અને સ્વખર્ચે આજોઠા ગામે કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી. જેમાં અનેક લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં સેવા કાર્યોમાં હંમેશા બારડ પરિવાર આગળ રહ્યો છે. ત્યારે વધુ એક વાર ગાયોની સેવા માટે પણ તેઓ આગળ આવ્યા છે અને ગાયની સારવાર માટે તેઓએ એમ્બ્યુલન્સ પણ ચાલુ કરી છે, જેમાં હવે ઘર બેઠાં ગાયોને સારવાર મળી રહેશે.

વેરાવળ તાલુકાના બાદલપરા ગામે ભાગવતકાર ડો. મહાદેવ પ્રસાદના હસ્તે ગૌ સેવા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તાલાલા, સુત્રાપાડા વિસ્તારમાં ગાયોને સારવાર માટે એમ્બ્યુલન્સ 24 કલાક કાર્યરત હશે, જેમાં અનુભવી ડોક્ટરોની ટીમ પણ હાજર હશે.

ભગવાનભાઈ ધાનાભાઇ બારડ દ્વારા સંચાલિત ગૌ સારવાર કેન્દ્ર દ્વારા ઘરે, ગૌશાળા અને રખડતી ગાયની તમામ સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત તાલાલા, સુત્રાપાડા વિસ્તારના લોકો માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બારડ પરિવાર દ્વારા એક વ્યક્તિને રાખવામાં આવ્યો છે. જેમાં તાલાલા, સુત્રાપાડા વિસ્તારના લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જાય અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તે વ્યક્તિનો સંપર્ક કરવાનો રહેશે જ્યાં તે વ્યક્તિ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની મદદ કરી આપશે.

આ તકે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખ ગોહિલ, કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવા સહિત આજુ-બાજુ ગામના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કરસનભાઈ બારડે જણાવ્યું હતું કે, હું છેલ્લા 20 વર્ષથી જોતો આવ્યો છું કે આ વિસ્તારમાં બારડ પરિવાર દ્વારા સેવા કરવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments