Team Chabuk-National Desk: અમેરિકી કંપનીએ તૈયાર કરેલી જ્હોન્સન એન્ડ જ્હોન્સનની (johnson and johnson) સિંગલ ડોઝ વેક્સિનને (singal dose vaccine) ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી તેની જાહેરાત કરી છે. ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવનાર આ પાંચમી વેક્સિન બની ગઈ છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ (ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા), ભારત બાયોટેકની કોવેક્સિન અને ડો. રેડ્ડીઝની સ્પૂતનિક વી (રશિયા) પહેલાથી જ ભારતમાં આપવામાં આવી રહી છે. રિપ્લાને પણ મોડર્નાની વેક્સિન ઇમ્પોર્ટ કરવાની મંજૂરી મળી ચુકી છે.
ગયા સપ્તાહે જ અમેરિકાની કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સને ભારતમાં કોરોનાની વેક્સિનના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માંગી હતી. જોકે ભારતમાં વેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે ક્લિનિક્લ ટ્રાયલ જરૂરી નથી. જ્હોન્સન એન્ડ જ્હોન્સન આ વેક્સિનનું ઉત્પાદન કઈ રીતે કરશે, તે વિશે વધુ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ કંપનીએ તે જરૂર કહ્યું છે કે, તેની ગ્લોબલ સપ્લાયમાં બાયોલોજિકલ ઈની મહત્વની ભૂમિકા હશે.
મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી જાણકારી
India expands its vaccine basket!
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 7, 2021
Johnson and Johnson’s single-dose COVID-19 vaccine is given approval for Emergency Use in India.
Now India has 5 EUA vaccines.
This will further boost our nation's collective fight against #COVID19
જ્હોન્સન એન્ડ જ્હોન્સનની નવેક્સિન કોવિડ-19 આપનાર SARS-CoV-2 વાઇરસના જેનેટિક મટીરિયલનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. તેને Ad26.COV2.S કહે છે. આ વાઇરસના જેનેટિક કોડનો પ્રયોગ સ્પાઇક પ્રોટીન બનાવવા માટે કરે છે. ઘણી અન્ય વેક્સિન પણ આ રીતે પ્રોટેક્શન આપે છે.
એકવાર શરીરમાં વેક્સિન પહોંચી જાય તો આ બીમારી વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર કરવાનો નિર્દેશ આપે છે. કારણ કે વેક્સિનમાં વાઇરસનું પૂરુ જેનેટિક મટીરિયલ ન હોય, તેથી તે લોકોને બીમાર બનાવી શકતી નથી. તેવામાં જ્યારે ઇમ્યુન સિસ્ટમ જે એન્ટીબોડી બનાવે છે, તે અસલ વાઇરસની ઓળખ કરે છે અને તેની સામે લડે છે.
અન્ય વેક્સિનથી કેટલી અલગ
જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિન નોન-રેપ્લિકેટિંગ વાઇરલ વેક્ટર વેક્સિન છે. એટલે કે આ વેક્સિનની અંદરનું જેનેટિક મટીરિયલ શરીરની અંદર પોતાની કોપીઝ બનાવશે નહીં. તે એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે વાઇરસ શરીરમાં પ્રવેશ કરે છે તો તે પોતાની કોપીઝ બનાવવાનું શરૂ કરે છે, જેનાથી સંક્રમણ ફેલાય છે. વેક્સિનને 2થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે સ્ટોર કરી શકાય છે. ખુલેલા વાયલ્સ 9 ડિગ્રીથી 25 ડિગ્રી તાપમાન વચ્ચે 12 કલાક સુધી રાખી થયા છે.
જ્હોન્સન એન્ડ જ્હોન્સન પોતની એપ્લિકેશનમાં ફેઝ 3ની ક્લિનિકલ ટ્રાયલના ડેટાનો હવાલો આપ્યો છે. તે પ્રમાણે સિંગલ ડોઝવાળી વેક્સિન બધા ક્ષેત્રમાં થયેલા અભ્યાસમાં ગંભીર બીમારી રોકવામાં 85 ટકા સુધી અસરકારક જણાય છે. વેક્સિન લીધાના 28 દિવસ બાદ કોરોના સાથે જોડાયેલા હોસ્પિટલાઇઝેશન અને મોતથી વેક્સિન બચાવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત