Team Chabuk-National Desk: ઉત્તરાખંડ(Uttarakhand)માં રિસેપ્શનિસ્ટ અંકિતાની હત્યાના કેસ (Ankita Murder Case) માં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. SDRFની ટીમે આજે સવારે ચિલા કેનાલમાંથી અંકિતાનો મૃતદેહ બહાર કાઢ્યો છે. આ સાથે જ ગેરકાયદેસર રિસોર્ટ સામે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ભાજપે પૂર્વ રાજ્યમંત્રી વિનોદ આર્ય અને તેમના દિકરા અંકિત આર્યને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. અંકિત આર્યને ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડ અન્ય પછાત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ પદથી પણ સેવામુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. રિસોર્ટમાં ગુસ્સે થયેલી ભીડે આગ લગાવી દીધી હતી. આપને જણાવી દઈએ કે, વિનોદ આર્ય અંકિતા હત્યાકાંડના મુખ્ય આરોપી પુલકિતના પિતા છે. જ્યારે અંકિત તેનો મોટો ભાઈ છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે શનિવારે કહ્યું કે, પોલીસે આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાની કોશિશ કરશે. ગુનેગારોને આકરી સજા અપાવવામા આવશે.
હત્યા કેસની તપાસ દરમિયાન રિસોર્ટના કર્મચારીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે અંકિતા રિસોર્ટના માલિક પુલકિત આર્ય, મેનેજર અંકિત અને ભાસ્કર સાથે રિસોર્ટમાંથી નીકળી ગઈ હતી. આ પછી ત્રણેય સાડા દસ વાગ્યે રિસોર્ટમાં પરત ફર્યા હતા પરંતુ અંકિતા ત્યાં નહોતી. આ પછી પોલીસે જ્યારે ત્રણેયની કસ્ટડીમાં પૂછપરછ કરી તો તેઓએ બધી વાતનો ખુલાસો કર્યો. પોલીસને જણાવ્યું કે અંકિતાને રિસોર્ટમાં આવતા ગ્રાહકો સાથે સંબંધ બાંધવાનું કહેવામાં આવ્યું હતું. અંકિતા આ વાત બધાને કહેવાનું કહી રહી હતી. આ બાબતે બોલાચાલી થઈ હતી.
બનાવના દિવસે ચારેય શખ્સો બે અલગ-અલગ વાહનોમાં ચેલા બેરેજ પર ગયા હતા. ત્યાં તેણે મોમોસ સાથે વાઈન પીધો.ત્યારબાદ તે આગળ વધીને કેનાલ કિનારે રોકાઈ ગયો. અહીં પુલકિત અને અંકિતા ફરી લડ્યા હતા. અંકિતાએ ગુસ્સામાં પુલકિતનો મોબાઈલ છીનવીને કેનાલમાં ફેંકી દીધો હતો. આ વાત પર પુલકિત ગુસ્સે થઈ ગયો અને અંકિતાને કેનાલમાં ધક્કો મારી દીધો હતો.
અંકિતા મર્ડર કેસમાં 10 અપડેટ
• પોલીસે અંકિતા હત્યા કેસમાં બીજેપી નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
• પોલીસે આરોપીને આજે કોટદ્વાર કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીઓને પૌડી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. શુક્રવારે મોડી રાત્રે આરોપીઓના ગેરકાયદેસર રીતે બનાવેલા રિસોર્ટ પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.
• અંકિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે AIIMS ઋષિકેશમાં મોકલવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમમાં ત્રણ ડોક્ટરોની પેનલ સામેલ છે. ડીએમએ પોસ્ટમોર્ટમ દરમિયાન વીડિયોગ્રાફીનો પણ આદેશ આપ્યો હતો.
• પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેના પિતા અને ભાઈએ પુષ્ટિ કરી છે કે તે અંકિતાની લાશ છે. અંકિતા 18 સપ્ટેમ્બરના રોજ ગુમ થઈ હતી, જેના પાંચ દિવસ પછી તેનો મૃતદેહ ચિલા કેનાલમાંથી મળી આવ્યો હતો.
• અંકિતા ભંડારી હત્યાકાંડને લઈને ઋષિકેશમાં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું. આ દરમિયાન લોકોએ ભાજપના ધારાસભ્ય રેણુ બિષ્ટનો વિરોધ કર્યો હતો અને તેમની કારની તોડફોડ કરી હતી. લોકોએ યમકેશ્વરના ભાજપના ધારાસભ્ય (આરોપીના પિતા)ના વાહન પર હુમલો કર્યો.
• અંકિતા હત્યા કેસમાં પુલકિત આર્યની ધરપકડ બાદ ભાજપે વિનોદ આર્ય અને તેમના પુત્ર ડૉ. અંકિત આર્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા. પાર્ટીના રાજ્ય મીડિયા પ્રભારી મનવીર સિંહ ચૌહાણે જણાવ્યું કે પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
• અંકિતા હત્યા કેસમાં, ઉત્તરાખંડ સરકાર આરોપી પુલકિત આર્યના ભાઈ અંકિત આર્યને બેકવર્ડ કમિશનમાંથી હટાવી શકે છે. અંકિત પછાત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ છે.
• ડીજીપીએ કહ્યું કે મુખ્યમંત્રીની સૂચના પર, આ મામલાની તપાસ કરવા માટે પી. રેણુકા દેવીના નેતૃત્વમાં એક SITની રચના કરવામાં આવી હતી. ડીજીપીએ એમ પણ કહ્યું કે અંકિતા પર ખોટું કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
• ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું કે દીકરી અંકિતાનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો. આ હૃદયદ્રાવક ઘટનાથી મારું હૃદય ખૂબ જ દુઃખી છે. ગુનેગારોને સખતમાં સખત સજા મળે તે માટે, SITની રચના કરવામાં આવી છે અને આ ગંભીર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
• અંકિતા ભંડારી હત્યા કેસમાં પટવારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીની સૂચના મુજબ તમામ સૂત્રોની તપાસ કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
