Team Chabuk-Sports Desk: ટુર્નામેન્ટની મોસ્ટ વેલ્યુએબલ ટીમ એટલે કે ટુર્નામેન્ટની ટીમ જાહેર કરવામાં આવી. આ ટીમમાં ભારતની વિકેટકીપર બેટર ઋચા ઘોષને સ્થાન મળ્યું છે. ઋચા ઘોષે આ વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. બેટ સિવાય તેણે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન વિકેટકીપિંગમાં પણ કમાલ કરી હતી. ઋચા ટૂર્નામેન્ટમાં 136 રન બનાવવામાં સફળ રહી હતી. તેણે આ રન માત્ર 68 બોલમાં 130.76ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા. આ સિવાય તેણે વિકેટ પાછળ સાત શિકાર કર્યા.
પ્લેઈંગ XI
ICC ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવનાર ખેલાડીઓના નામ આ પ્રમાણે છે. તાજમિન બ્રિટ્સ સાઉથ આફ્રિકા 186 રન, એલિસા હીલી (વિકેટકીપર) ઓસ્ટ્રેલિયા 189 રન, લૌરા વોલ્વાર્ટ સાઉથ આફ્રિકા 230 રન, નેટ સિવર બ્રન્ટ (કેપ્ટન) ઈંગ્લેન્ડ 216 રન, એશ્લે ગાર્ડનર ઓસ્ટ્રેલિયા 110 રન અને 10 વિકેટ, ઋચા ઘોષ ઈન્ડિયા 136 રન, સોફી ઈક્લસ્ટોન ઈંગ્લેન્ડ 11 વિકેટ, કરિશ્મા રામહરક વેસ્ટ ઈન્ડિઝ 5 વિકેટ, શબનિમ ઈસ્માઈલ સાઉથ આફ્રિકા 8 વિકેટ, ડાર્સી બ્રાઉન ઓસ્ટ્રેલિયા 7 વિકેટ, મેગન શૂટ ઓસ્ટ્રેલિયા 10 વિકેટ. આ સાથે જ ટીમમાં 12મા ખેલાડી તરીકે આયર્લેન્ડની ઓર્લા પ્રેન્ડરગૈસ્ટ સામેલ છે. જેણે મહિલા T20 વર્લ્ડ કપ 2023માં 109 રન બનાવવા ઉપરાંત 3 વિકેટ લીધી હતી.
Here's the ICC team of the tournament of Women's T20 World Cup 2023.
— CricTracker (@Cricketracker) February 27, 2023
Australians dominating the list and Richa Ghosh is the only Asian player to get featured in the team.#CricTracker #Australia #T20WorldCup2023 pic.twitter.com/l76MzBqECy
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત