Homeગુર્જર નગરીધ્રાંગધ્રા પાસે ટેન્કર અને ટ્રેક્ટરના અકસ્માતમાં તેલ ઢોળાતા લોકોએ મન ભરીને લૂંટ...

ધ્રાંગધ્રા પાસે ટેન્કર અને ટ્રેક્ટરના અકસ્માતમાં તેલ ઢોળાતા લોકોએ મન ભરીને લૂંટ ચલાવી

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પાસેના ધ્રુમઠ બાજુના હાઈવે ઉપર તેલની રેલમછેલમ થઈ હતી અને લોકો પણ તેલ લેવા કૂદકે ને ભૂસકે ઉમટી પડ્યાં હતાં. ધ્રાંગધ્રાના માલવણ હાઈવે પર તેલનાં ટેન્કર અને ટ્રેક્ટરની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ગોથું ખાઈ ગયેલા ટેન્કરમાંથી ખબખભ તેલ નીકળવા લાગતા લોકોએ જે હાથમાં આવે તે લઈ તેલ ભરવા માટે દોટ લગાવી હતી. આકાશે આંબેલા તેલના ભાવની સામે મફતના ભાવનું તેલ રોડમાં પડેલું મળતા લોકોએ તેલની રીતસરની લૂંટ ચલાવી હતી.

તેલના ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચેના આ અકસ્માત બાદ રોડની બંને બાજુ લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. અકસ્માત, ઉપરથી તેલનું ઢોળાવું અને લોકોની તેલ લેવા માટે મેદનીને જોતાં કલાકો સુધી બંને બાજુ વાહનોનો ભરચક ટ્રાફિક રહ્યો હતો.

ખાસ્સા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો અને લોકોએ પણ મન ભરીને તેલની લૂંટ ચલાવી હતી. ટ્રાફિક જામની અવ્યવસ્થા સર્જાતા બાદમાં પોલીસને લોકો અને ટ્રાફિકનું નિરાકરણ લાવવા માટે લાંબું થવું પડ્યું હતું. પોલીસ આવ્યા બાદ સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો અને વાહનોની ચહેલ પહેલ શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે કોરોના પછી મોઘવારીના મારે મધ્યમવર્ગની કમર રિતસરની તોડી નાખી છે. રોજ તેલના ભાવ જમ્પ મારે છે. આવા સમયે ધ્રાંગધ્રાના ધ્રૂમઠ પાસે જાણે લોકોને સોનું હાથમાં લાગી ગયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments