Homeગુર્જર નગરીવેરાવળઃ કોરોના કાળમાં કાળા બજાર કરનારાઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા એડવોકેટની...

વેરાવળઃ કોરોના કાળમાં કાળા બજાર કરનારાઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા એડવોકેટની રજૂઆત

પરાગ સંગતાણી (વેરાવળ): રાજ્યમાં કોરોના કાળમાં થઈ રહેલા કાળા બજારના કારણે કોરોના પીડિત દર્દીઓનું ખુબ જ મોટા પ્રમાણમાં આર્થિક શોષણ થઈ રહ્યું છે. ખુબ જ અમાનવીય અને અન્યાયીક કરતી પ્રવુત્તિ રોકવા પોલીસે આ દિશામાં તટસ્થ તપાસ કરી અને આવા કામ કરનારાઓ ઉપર પાસાના કાયદાનો ઉપયોગ કરવામાં આવે તેવી વેરાવળના એડવોકેટ ઉષાબેન કુસકીયાએ માગ કરી છે. આ અંગે તેઓએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ આવ્યું છે.

એડવોકેટ ઉષાબેન કુસકીયાએ જણાવ્યું કે, કાળાબજારી કરી લોકોની જિંદગી સાથે ચેડાં કરવા એ મોટો ગુન્હો છે પરંતુ આવા કેસમાં અમુક કલમો હેઠળ જામીન મળી જતા હોય છે. જેથી આવા કૃત્યો કરનારાઓમાં કોઈ જ ડર રહ્યો નથી અને ખુલ્લેઆમ કાળાબજારી કરી રહ્યા છે. માટે આવા અમાનવીય રીતે કાળા બજાર કરનારાઓ સામે પાસાના કાયદા હેઠળની કાર્યવાહી કરવામાં આવે એ એટલું જ જરૂરી છે અને તો જ આવી ગેરકાયદેસરની પ્રવુત્તિ ઉપર રોક લાગશે.

ઓક્સિજન અંગે વાત કરતા એડવોકેટ ઉષાબેને જણાવ્યું કે, ઓક્સિજન મનુષ્ય માટે પ્રાણવાયુ છે જે વાતાવરણમાં રહેલ છે. જે ઓક્સિજન દ્વારા દરેક જીવના શ્વાસ ચાલે છે અને તે પણ નિઃશુલ્ક મળી રહેતા આપણે સંવેદનશીલ હોવાનું તો દૂર આપણી ગતિવિધિઓથી તેની ગુણવતાને નષ્ટ કરી ઓક્સિજનના ચિકિત્સીય રૂપે તો કોરોનાની બીજી લહેરને કારણે જ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આજે આ એક એવું ઉત્પાદન બની ગયું છે જેને હાંસલ કરવા માટે દર્દી અને હોસ્પિટલ જહેમત કરી રહ્યા છે. આ વિપદા સંશાધનોના અભાવ કરતા ક્યાંક વધારે તેના અયોગ્ય સંગ્રહ અને તેના ઉપયોગ પ્રત્યે જાગૃતતાના અભાવથી પેદા થઈ છે.

દેશમાં મેડિકલ ઓક્સિજનના પુરવઠામાં એક મોટો હિસ્સો ખાનગી ક્ષેત્રથી આવે છે. તેથી જો સરકાર ખાનગી ક્ષેત્રની ગેસ કંપનીઓની ક્ષમતાનો પૂરતો લાભ લેવા માંગતી હોય તો તેમને આર્થિક પેકેજ કે સહયોગ પ્રદાન કરીને પ્રોત્સાહિત કરી શકાય તેમ છે. સ્પષ્ટ છે કે ઓક્સિજનના તાત્કાલિક સંકટનું મહત્વનું કારણ દેશમાં સંશાધનોની અછતથી ક્યાંય વધુ વિપત્તિ સમયે પણ નફાખોરી ચાલી રહેલ છે જેને રાજ્યની પ્રશાસનિક અક્રમણયતા છે અને 300-400 રૂપિયાની પી.પી.ઈ કીટના નામે દર્દીઓ પાસેથી હજારો રૂપિયા વસૂલાય રહ્યા છે. તો ક્યારેક થોડા અંતરે એમ્બ્યુલન્સ સેવાના નામે લાખોનું બિલ વસૂલાય છે.

ડેપ્યુટી કલેક્ટરને કરાયેલી વિવિધ રજૂઆતો

• રેમડેસીવીર ઈન્જેકશન કિંમત માત્ર 500 થી 1000/- રૂ. જેવી છે જેની કાળાબજારી કરી 25, 30, 40, 50 હજાર જેવી મોટી રકમો વસૂલીને કાળાબજારી કરવામાં આવે છે તેમજ બજારમાં પણ નકલી રેમડેસિવિર ઇન્જેક્શનો બનાવીને પણ મોટી રકમ વસૂલી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે.

• તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલો બનાવવામાં આવી છે જેમાં પણ બેડના ચાર્જ પણ ત્રણ ગણા કરી દેવામાં આવેલ છે અને મોટી રકમ આપનારને જ બેડ મળે છે.

• તેમજ સરકાર પાસે એવી માંગણી છે કે સરકારી હોસ્પિટલોમાં તો ઓક્સિજન મળે છે પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ઓક્સિજન પૂરો પાડવામાં આવે.

• તેમજ કોરોના વેક્સિન પણ ઓછી માત્રામાં આવે છે તે પૂરી માત્રામાં મળે જેથી કોરોનાનાં કેસોમાં ઘટાડો થાય.

• તેમજ વેન્ટિલેટરની સંખ્યા પણ વધારવામાં આવે, ઘણી વાર બેડ હોય, ઓક્સિજન અને વેન્ટિલેટરની કમીના કારણે વધારે પ્રમાણમાં લોકો મરી રહ્યા છે.

• જેથી કોરોનાના કાળમાં જિંદગીના જંગ સાથે માનવતાના મૂલ્યોને કમજોર કરનારા આવા વિઘટનકારી તત્વોથી બચાવવા કડક કાયદાઓ જરૂરી છે.

આ તમામ રજૂઆતોને લઈ ઉષાબેન કુસકીયાની આગેવાની હેઠળ મહિલા અગ્રણીઓ વનીતાબેન આર. ચૌહાણ, પ્રવિણાબેન એ. લશ્કરી, જ્યોતિબેન વી. ગૌસ્વામી, સાજીદાબેન મુસ્તાક જમાદાર, કાજલબેન ડી. લાખાણી, મિતલબેન પંડ્યા, જસ્મીન આરીફ મુરીમાં, શાહ પૂજા જે, કાજલબેન ભજગોતર, જિજ્ઞાસાબેન રાવલ, હર્ષિદાબેન જોશી, છાયા એ, ધનેશા, વેંગડ રીટાબેન, અંજના બિપીનભાઈ પોપટ, વ્યાસ અર્પિતા, ખાતુનબેન ભેંસલીયાએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments