Homeગુર્જર નગરીતાપીના વેલદાના PSI સસ્પેન્ડ, હવે સાવધાન રહેવું પડશે કેમ કે આ વાતના...

તાપીના વેલદાના PSI સસ્પેન્ડ, હવે સાવધાન રહેવું પડશે કેમ કે આ વાતના કારણે ચિંતા વધી છે

Team Chabuk- Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. રોજ એક્ટીવ કેસની સંખ્યા વધી રહી છે. સરકારે ફરી કોરોના વાયરસની ગાઈડલાઈનનું કડકપણે અમલ કરવાનું સૂચન આપી દીધું છે. જોકે, બીજી તરફ કોરોના વાયરસની ગાઈડલાઈનને લોકો અવગણીને મનમાની કરી રહ્યા છે. આવા લાકો માત્ર કોરોનાને જ નહીં મોતને આમત્રણ આપી રહ્યા છે.

તાપીના વેલદા ગામે લગ્નપ્રસંગમાં જે ભીડ ભેગી થઈ હતી તે ખરેખર બિહામણી હતી. જો કે, હવે આ બેદરકારી બદલ તાપી SPએ કડક કાર્યવાહી કરી છે અને PSI નિખિલ ભોયા અને કોન્સ્ટેબલ ગણપત બારૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. PSI અને કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી ઉપરાંત હવે જેમનો વરઘોડો હતો તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થશે.

શું હતો મામલો ?

તાપીના વેલદા ગામે વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. વરઘોડામાં કીડિયારુ ઉભરાયું હતું. એટલું જ નહીં તેઓ કોરોનાને અવગણીને મસ્તીમાં ઝુમી રહ્યા હતા. ગરબે ઘૂમી રહ્યા હતા. ન તો એ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન થયું હતું ન તો એક પણ લોકોએ માસ્ક પહેર્યું હતું. તાપીના વેલદાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તંત્ર દોડતું થયું હતું. ઓછામાં પૂરું સૌથી વધુ ડરાવતી વાત તો એ હતી કે જ્યાં આ લગ્નપ્રસંગ યોજાયો હતો તે ગામ મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલું છે. અહીથી મહારાષ્ટ્ર માત્ર 15 કિલોમિટર દૂર છે. અને મહારાષ્ટ્રની સ્થિતી આપણે જાણીએ જ છીએ. જો આવી બેદરકારી થતી રહેશે તો ગુજરાતને પણ મહારાષ્ટ્ર બનતા વાર નહીં લાગે. વીડિયો વાયરલ થયા બાદ જ તંત્ર અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા કે એક તરફ કોરોનાના કારણે લોકોના ધંધા પર અસર પડી રહી છે. રાત્રી કરફ્યૂ લગાવાઈ રહ્યું છે. બીજી તરફ આવા બેદરકાર લોકો આવી રીતે મસ્તી કરી રહ્યા છે અને પોલીસ તેમને ટકોર શુદ્ધા નથી કરતી. જો કે, હવે જે PSIની જવાબદારી હતી તે PSI વિરુદ્ધ કાર્વયાહી કરવામાં આવી છે.

શા માટે આટલી ચિંતા ?

નેતાઓએ ભૂલ કરી એટલે જરૂરી નથી કે જનતાએ પણ ભૂલ કરવી જોઈએ. તાજેતરમાં જે આંકડા આવ્યા છે તે ચિંતાનું કારણ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના 39 કેસ મળ્યા છે. જૂનોમ સીક્વિંન્સિંગમાં ડબલ મ્યૂટેન્ટ મળ્યા છે. એટલે કે સાદી ભાષામાં કોરોનાએ વધુ ખતરનાક અને આક્રમકરૂપ ધારણ કરી લીધુ છે. કુલ 18 રાજ્યોમાં આ પ્રકારના વાયરસ મળ્યા છે. એટલે હવે જો બેદરકારી રાખીશું તો તેનું પરિણામ આપણે જ ભોગવવું પડશે. એટલે કોરોનાને કાબૂમાં લેવા માટે આપણે ફરજિયાત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

વીડિયો જોવા માટે લિંક પર ક્લીક કરો

https://fb.watch/4r2zS5J8cL/

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments