Team Chabuk-Sports Desk: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે જાહેર કરવામાં આવેલ આઈસીસી ટી ટ્વેન્ટીન રેન્કિંગમાં એક પાયદાનની છલાંગ લગાવતા ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે વાઈસ કેપ્ટન રોહિત શર્માએ ત્રણ ક્રમ આગળ વધતા 14મો ક્રમાંક મેળવ્યો છે.
કોહલીએ અંતિમ ટી ટ્વેન્ટી મેચમાં કેપ્ટન ઈનિંગ રમી હતી અને છેલ્લે સુધી અણનમ રહ્યો હતો. તેણે 52 બોલમાં 80 રન ફટકાર્યા હતા અને રોહિત શર્માની સાથે 94 રનની ભાગીદારી પણ નોંધાવી હતી. પાંચમાં સ્થાનથી ચોથા સ્થાને આવતા હવે વિરાટ કોહલી ટી ટ્વેન્ટી રેન્કિંગમાં ભારત તરફથી ટોચનો ખેલાડી બની ગયો છે. આ પહેલા શીર્ષ સ્થાન પર ભારત તરફથી લોકેશ રાહુલ ચોથા ક્રમાંકે હતો પણ ટી ટ્વેન્ટીમાં તેના નિરાશાજનક પ્રદર્શનના કારણે તેને રેન્કિંગમાં નુકસાન થયું છે. હવે આ સ્થાન કોહલીનું છે.
આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) અનુસાર રોહિતે મેચમાં 34 બોલમાં 64 રનની ઈનિંગ રમી હતી. આ કારણે જ અઠવાડિયાની રેન્કિંગમાં તે ચૌદમાં સ્થાને પહોંચી ગયો છે. આઈસીસીની આ નવી અપડેટ ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ અને અફઘાનિસ્તાન-ઝિમ્બાબ્વે સિરીઝ બાદ કરવામાં આવી છે.
ભારતીય બેટ્સમેનોની જો વાત કરવામાં આવે તો પુણેની પ્રથમ વનડેમાં ઈજાગ્રસ્ત થયેલ સ્ટાર ખેલાડી શ્રેયસ ઐય્યર પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 26માં સ્થાને આવી ગયો છે. આ સિવાય વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતે પણ સારી પ્રગતિ કરી છે. ડેબ્યુ કરનાર સૂર્યકુમારે પ્રથમ મેચમાં બેટીંગ ન કરતાં તેને કોઈ પણ અંક નહોતો મળ્યો. જોકે છેલ્લી બે મેચમાં અનુક્રમે 57 અને 32 રનનો સ્કોર કરવાના કારણે તે 66માં સ્થાને આવી ગયો છે. સામે ઋષભ પંત અગિયાર ક્રમ જમ્પ લગાવી 69માં નમ્બેર પહોંચી ગયો છે.
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પણ કમબેક કરતા 21 ક્રમાંકના ફાયદા સાથે 24માં સ્થાને આવી ગયો છે. જ્યારે હાર્દિક 78માં સ્થાને છે. ઈંગ્લેન્ડ માટે ડેવિડ મલાને અંતિમ મેચમાં 68 રનની ઈનિંગ રમી હતી. જેથી તેણે શીર્ષ સ્થાન પર કબ્જો જમાવી રાખ્યો છે. સામે જોસ બટલર 18માં સ્થાને છે. બોલિંગની સૂચિમાં ઈંગ્લેન્ડના લેગ સ્પિનર આદિલ રાશિદ, ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને માર્ક વુડને પણ ફાયદો થયો છે.
વનડે રેન્કિંગમાં જ્હોની બેયરસ્ટોને મંગળવારે પુણેમાં ભારત વિરૂદ્ધ 94 રનની ઈનિંગ રમવાના કારણે ચાર સ્થાનનો ફાયદો થતા કારકિર્દીના સર્વશ્રેષ્ઠ સાતમાં ક્રમાંકે પહોંચી ગયો છે. તો ભારત તરફથી 98 રનની શાનદાર ઈનિંગ રમનાર શિખર ધવન 15માં સ્થાને જ્યારે ભુવનેશ્વર કુમાર પાંચ સ્થાનના ફાયદા સાથે વનડેમાં વીસમાં સ્થાને છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત