Team Chabuk-Gujarat Desk: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામ ફેમ નટુકાકાની તબિયત ફરી લથડી છે. 77 વર્ષીય નટુકાકાના શરીરમાં કેન્સરે ઉથલો માર્યો છે. જેથી ફરી તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. આ માહિતી નટુકાકાના પુત્ર વિકાસ નાયકે આપી હતી. જો કે, મજબૂત મનના નટુકાકાએ કિમો થેરાપી વચ્ચે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું શૂટિંક છોડ્યું નથી. સારવાર સાથે તેઓ હળવા મને શૂટિંગમાં પણ હાજર રહે છે. નટુકાકાની હજુ બે કિમો થેરાપી સેશન બાકી છે.
ગયા વર્ષે કરાયું હતું ઓપરેશન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયરમાં નટુકાકા તરીકે જાણીતા ઘનશ્યામ નાયકને ગયા વર્ષે ગળામાં કેન્સરની ગાંઠ હતી. જેમનું તેમણે સંપૂર્ણ નિદાન કરાવ્યું હતું. 13 દિવસની સારવાર દરમિયાન ગયા વર્ષે ઓપરેશન દરમિયાન 8 ગાંઢ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન પછી નટુકાકાને કિમોથેરાપી પણ આપવામાં આવી હતી.
નટુકાકાના દિકરાએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
વિકાસ નાયકે ફાધર્સ ડે નિમિત્તે એક ભાવુક અને સંવેદનશીપ પોસ્ટ લખી છે. તેમણે લખ્યું છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં સર્જરી બાદ બે મહિના સુધી રેડીએશનના ત્રીસ અને કેમોથેરાપીના પાંચ સેશન સહ્યા બાદ આપણે ધાર્યું હતું કે હવે બધું સારું જ થઈ ગયું છે. પણ છ- એક મહિના બાદ ફરી આખા શરીરનું કેન્સર ડીટેક્ટ કરવા માટે કરાતું પેટસ્કેન કરાવતા માલુમ પડયું કે ગળા પાસેથી જે ભાગમાંથી આઠેક ગાંઠ કાઢી હતી, ત્યાં ફરી નાના એવા બે – એક સ્પોટ દેખાય છે. એટલું જ નહીં, ફેફસામાં પણ એક – બે નવા સ્પોટ શંકાસ્પદ માલૂમ પડે છે. નિષ્ણાતોના સેકંડ ઓપિનિયન બાદ ફરી કેમોથેરાપીના અમુક સેશન લેવા પડશે એવું નિદાન થયું. શરીર પર ફરી કાપાકાપી કરી બાયોસ્કોપી ન કરવી એવો નિર્ણય આપણે લીધો કારણ ચાલુ વર્ષના એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ એ સમયગાળો હતો ત્યારે. એટલે ખાટલો અને ઓક્સિજન બંને મળવા મુશ્કેલ થાત એ તો ખરું જ પણ તમારા શરીરને પણ ફરી પાછી કાપકૂપ કરી કષ્ટ આપવાનું મને કે ડોક્ટરને યોગ્ય ના લાગ્યું. આથી બીજા કેટલાક ટેસ્ટ કરાવી તાત્કાલિક કેમોથેરાપી ફરી શરૂ કરવાનું નક્કી કર્યું.”
નટુકાકાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
સારવાર સાથે નટુકાકા કામમાં પણ મન લગાવી રહ્યા છે. કિમો સેશન વચ્ચે તેઓ દમણમાં શૂટિંગ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પત્રકાર પોપટલાલ તરીકે જાણીતા શ્યામ પારેખનો જન્મદિવસ વચ્ચે જન્મદિવસ પણ ઉજવ્યો હતો. સેટ પર નટુકાકા માટે એક અલગથી કેક પણ મગાવાઈ હતી અને ખુબ મસ્તી કરી હતી. સાથે જ નટુકાકા જલદી સાજા થઈ જાય તેવી પ્રાર્થના પણ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત