Homeગામનાં ચોરેરતન 'ટાટા'- દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, વડાપ્રધાને રતન ટાટા વિશે...

રતન ‘ટાટા’- દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, વડાપ્રધાને રતન ટાટા વિશે કહી આ વાત

Team Chabuk-National Desk: ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાનું (Ratan Tata) ગઈકાલે રાત્રે નિધન થયું છે. રતન ટાટાએ દુનિયાને અલવિદા કરી દીધું છે. રતન ટાટા છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. જેથી તેઓને છેલ્લા ચાર દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ દરમિયાન તેમણે હોસ્પિટલમાં જ 86 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા છે. રતન ટાટાના નિધનથી ઉદ્યોગજગત સહિત ભારતભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બુધવારે રાત્રે જ તેમના પાર્થિવ દેહને હોસ્પિટલેથી ઘરે લાવવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવશે. આજે ગુરુવારે સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો અહીં તેમના અંતિમ દર્શન કરી શકશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે, રતન ટાટાને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

Ratan tata

રતન ટાટાના પરિવાર તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે શ્રી રતન એન ટાટાને વિદાય આપીએ છીએ તે ખૂબ જ દુઃખ સાથે છે. રતન એન ટાટાના પાર્થિવ દેહને ગુરુવાર, 10 ઓક્ટોબર, 2024 ના રોજ સવારે 10:30 વાગ્યે NCPA લૉન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે લઈ જવામાં આવશે, જેથી સામાન્ય લોકો દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી શકે. અમે સામાન્ય જનતાને ગેટ 3 દ્વારા NCPA લૉનમાં પ્રવેશવા અને ગેટ 2 દ્વારા બહાર નીકળવાની વિનંતી કરીશું. પરિસરમાં પાર્કિંગની સુવિધા રહેશે નહીં. બપોરે 3.30 કલાકે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે. તેમના પાર્થિવ દેહને વરલીના સ્મશાનગૃહમાં લઈ જવામાં આવશે. આ એ જ જગ્યા છે જ્યાં સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરતાં એક્સ પર પોસ્ટ લખી કે- રતન ટાટા મોટા સપનાઓ જોતાં હતા અને અન્યને કંઈક આપવાનું તેમનામાં જુનુન હતું. તેઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને પશુ કલ્યાણ જેવા મુદ્દાને આગળ વધારવા માટે હંમેશા આગળ રહ્યા. રતન ટાટાએ ટાટા ગ્રુપને સ્થિર નેતૃત્વ પ્રદાન કર્યું. પોતાની વિનમ્રતા, દયાળુ સ્વભાવ અને સમાજને વધુ સારો બનાવવા માટેની અતૂટ પ્રતિબદ્ધતાના કારણે તેઓ ઘણા લોકોના પ્રિય બની ગયા હતા.

રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો થયો હતો. તેમણે શરૂઆતનું શિક્ષણ મુંબઈમાં અને ઉચ્ચ શિક્ષણ અમેરિકાના આર્સ્ટિન વિશ્વવિદ્યાલયમાંથી લીધું હતું. 1962માં ટાટા ગ્રુપમાં સામેલ થયા બાદ તેમણે અનેક મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું અને છેલ્લે 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા. ટાટા ગ્રુપના ચેરમેન હતા ત્યારે તેમણે અનેક નવી કંપનીઓ સ્થાપી. જેમાં ટાટા નેનો, ટાટા મોટર્સ, અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે. 

પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે ગુરુવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરતાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને જણાવ્યું હતું કે પછાત રાજ્યને વિશ્વમાં ઓળખ અપાવનાર ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન પદ્મ વિભૂષણ રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. ઝારખંડ જેવો દેશ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments