Homeગુર્જર નગરીતૌકતે ત્રાટકશે તો સૌરાષ્ટ્રના આ જિલ્લાઓને સૌથી વધુ નુકસાનની શક્યતા છે

તૌકતે ત્રાટકશે તો સૌરાષ્ટ્રના આ જિલ્લાઓને સૌથી વધુ નુકસાનની શક્યતા છે

Team Chabuk-Gujarat Desk: આજથી ગુજરાત પર ‘તૌકતે’ વાવાઝોડાનું સંકટ શરૂ થયું છે. જો વાવાઝોડું ત્રાટકશે તો સૌથી વધુ સૌરાષ્ટ્રના કેરી પકવતા ખેડૂતોને નુકસાન થશે. કેરીની સિઝન હાલ પૂરજોશમાં ચાલી રહી છે એવામાં તૌકતે નામની આફત નજીક આવી રહી છે.

આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. અરબી સમદ્રમાં ડિપ્રેશન તૈયાર થઈ રહ્યું છે અને ગુજરાતમાં દરિયાકાંઠે 16મેએ વાવાઝોડું બનીને ત્રાટકી શકે છે. આ વાવાઝોડાનું નામ તૌકતે અપાયું છે. 16થી 19મે સુધી ગુજરાત પર વાવાઝોડાની અસર રહેશે. ગુજરાતમાં  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે. હવામાન વિભાગે 18 અને 19મેએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. દ્વારકા, જામનગર, ભાવનગરમાં વાવાઝોડાની અસર જોવા મળશે. રાજકોટ, કચ્છ અને માંડવી સહિતના વિસ્તારોમાં પણ તૌકતેના કારણે વાતાવરણ પલટાશે. 

કચ્છમાં પણ તૌકતે વાવાઝોડાની શક્યતાના પગલે ક્ચ્છ કોસ્ટગાર્ડ સક્રિય થયું છે. દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટોને કોસ્ટ ગાર્ડે પહેલાથી જ તટીય વિસ્તારમાં જવા સૂચના આપી દીધી હતી. મોટા ભાગની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. ગીર-સોમનાથ જિલ્લાના 4 હજાર માછીમારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડના જવાનોએ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યુ છે.

હવામાન વિભાગનું માનીએ તો વાવાઝોડા દરમિયાન 35થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયા બાદ વાવાઝોડાની દિશા નક્કી થશે. હાલ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધે તેવી પ્રબળ શક્યતા છે. 

ગુજરાત પર આફત બનીને આવી રહેલાં વાવાઝોડાનું તૌકતે નામ મ્યાનમારે આપ્યું છે. વર્ષ 2021નું ભારત તરફ આવનારું આ પહેલાં વાવાઝોડું છે. ગુજરાત ઉપરાંત લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર પર પણ તૌકતેની અસર વર્તાવાની શક્યતા છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments