Homeદે ઘુમા કેજોહાનિસબર્ગનું મેદાન એટલે ટીમ ઈન્ડિયાનો ગઢ, જીત મળતા જ કોહલી સ્ટીવ વોની...

જોહાનિસબર્ગનું મેદાન એટલે ટીમ ઈન્ડિયાનો ગઢ, જીત મળતા જ કોહલી સ્ટીવ વોની બરાબરી કરી લેશે

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમ 2022ની શરૂઆત દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચથી કરશે. ત્રણ જાન્યુઆરીના રોજ ટીમ ઈન્ડિયા જોહાનિસબર્ગના મેદાન પર સિરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. વિરાટ કોહલીની આગેવાનીમાં જો ટીમ બીજી ટેસ્ટ મેચ પણ જીતી લેશે તો દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ તેની પ્રથમ સિરીઝ જીત હશે. સંયોગવશ જે મેદાન પર આ મેચનું આયોજન થવાનું છે તેને ટીમ ઈન્ડિયાનો અજય ગઢ કહેવામાં આવે છે.

જોહાનિસબર્ગમાં ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ હારી નથી. પ્રથમ વખત અહીં 1992ના વર્ષમાં 26થી 30 નવેમ્બર વચ્ચે ટેસ્ટ મેચ રમી હતી. એ મેચ ડ્રો રહ્યો હતો. એ પછી 16થી 20 જાન્યુઆરી 1997માં રમાયેલી ટેસ્ટ મેચ પણ ડ્રોમાં પરિણમી હતી. 2006માં 15થી 18 ડિસેમ્બરના રોજ થયેલા મુકાબલામાં ભારતની ટીમ 123 રનથી મેચ જીતી ગઈ હતી. જે દક્ષિણ આફ્રિકાના કોઈ મેદાન પર પ્રથમ જીત હતી. આફ્રિકાની નબળી ટીમ હોવાથી અને એક ટેસ્ટ મેચ જીતી હોવાથી ટીમ ઈન્ડિયાનું મનોબળ મજબૂત છે. ઉપરથી બાકી રહેલી કસસ જોહાનિસબર્ગનું મેદાન પૂર્ણ કરશે.

2018ની સાલમાં જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકાની સામે ટીમ ઈન્ડિયા મેચ રમી હતી. 24થી 27 જાન્યુઆરી સુધી ચાલેલા આ મુકાબલામાં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે 63 રનથી મેચ પોતાના નામે કર્યો હતો. કોહલી હાલ દક્ષિણ આફ્રિકાની ધરતી પર બે મેચ જીતનારો પ્રથમ ભારતીય કેપ્ટન બની ચૂક્યો છે. હવે તેની નજર સતત ત્રીજી જીત પર રહેશે. જો ભારતીય ટીમ અહીં મેચ જીતી લે છે તો ઈતિહાસ રચી દેશે.

કોહલીની નજર ટીમને જીત અપાવવા સિવાય અંગત ઉપલબ્ધિ પર પણ રહેવાની છે. જો તે જોહાનિસબર્ગની ટેસ્ટ મેચ જીતી લે છે, તો ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે સંયુક્ત રીતે સ્ટીવ વોની સાથે ત્રીજા ક્રમે આવી જશે. હાલ તે ચોથા પાયદાન પર છે. કોહલીએ 67 મેચમાં ભારતીય ટેસ્ટ ટીમની આગેવાની કરી છે અને તેમાંથી તેને 40માં જીત પ્રાપ્ત થઈ છે. જ્યારે સ્ટીવ વોને 57 મેચમાંથી 41માં જીત મળી છે. કોહલી બીજી ટેસ્ટ જીતતાની સાથે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્ટીવ વોની બરાબરી કરી લેશે. જોહાનિસબર્ગમાં સફળતા પ્રાપ્ત થશે તો તેની આગળ ફક્ત બે નામ છે. એક રિકી પોન્ટીંગ જે 48 ટેસ્ટ મેચ જીત સાથે બીજા નંબર પર છે. અને પ્રથમ નંબર પર સાઉથ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ જે 53 જીત સાથે ટોચ પર છે.

કોહલી માટે વર્ષ 2021 સુકાની તરીકે મંગળમય રહ્યું છે. તેના નેતૃત્વમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને તેના જ ઘરમાં પરાજય આપ્યો.  ઈંગ્લેન્ડ સામે સિરીઝમાં 2-1થી ટીમ આગળ છે. ન્યૂઝીલેન્ડની સામે ટીમ ઘર આંગણે જીત મેળવવામાં સફળ રહી. અને હવે દક્ષિણ આફ્રિકામાં સેન્ચુરીયનની મેદાન પર જીત મેળવી. જોહાનિસબર્ગની જીત સાથે કોહલી સ્ટીવ વોની પણ બરાબરી કરી લેશે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments