Team Chabuk-National Desk: નવા વર્ષની શરૂઆતમાં જ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના કટરામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાતે ભાગદોડ મચી જતાં 12 લોકોના મોત નિપજ્યા છે અને 14થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 3 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃત્યુ પામનારમાં મોટા ભાગના દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લોકો છે. 12 મૃતકોમાં બે મહિલા પણ છે. ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું હતું છે કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. બહાર નીકળવા માટે કોઈ રસ્તો જ ન હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડમાં લોકોએ જીવ ગુમાવ્યા એનાથી ખૂબ દુ:ખી છું. શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે મારી સંવાદના છે. ઘાયલો ઝડપથી સાજા થઈ જાય એવી હું પ્રાર્થના કરું છું.
Extremely saddened by the loss of lives due to a stampede at Mata Vaishno Devi Bhawan. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to JK LG Shri @manojsinha_ Ji, Ministers Shri @DrJitendraSingh Ji, @nityanandraibjp Ji and took stock of the situation.
— Narendra Modi (@narendramodi) January 1, 2022
વડાપ્રધાને રાજ્યપાલ મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સાથે બનાવને લઈને વાતચીત કરી છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોનાં પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને 50 હજાર વળતર આપવાની જાહેરાત કરી છે.
An ex-gratia of Rs 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives due to the stampede at Mata Vaishno Devi Bhawan in Katra, J&K. The injured would be given Rs. 50,000: PM Modi
— ANI (@ANI) January 1, 2022
(file pic) pic.twitter.com/LMePwZ95N6
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ મૃતકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘાયલોના સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે.
An ex-gratia of Rs 10 lakh for the next of kin of those who died in the stampede at Mata Vaishno Devi Bhawan in Katra; Rs 2 lakh for the injured: J&K LG Manoj Sinha pic.twitter.com/XiM0hfOlFE
— ANI (@ANI) January 1, 2022
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કર્યું, ‘આ દુઃખદ અકસ્માતથી હૃદય ખૂબ જ દુઃખી છે. મેં રાજ્યપાલ મનોજ સિંહા સાથે વાત કરી છે. ઘાયલોને સારવાર આપવા માટે વહીવટીતંત્ર સતત કામ કરી રહ્યું છે. હું અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
રાહુલ ગાંધીએ પણ માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું કે, ‘માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની દુર્ઘટના દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની કામના.
माता वैष्णोदेवी मंदिर में हुई भगदड़ की दुर्घटना दुखद है।
— Rahul Gandhi (@RahulGandhi) January 1, 2022
मृतकों के परिवारजनों को मेरी शोक संवेदनाएँ। घायलों के जल्द स्वस्थ होने की कामना है।
🙏
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત