Homeદે ઘુમા કેASIA CUP માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, બે વિસ્ફોટ્ક બેટ્સમેનનું ટીમમાં કમબેક

ASIA CUP માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, બે વિસ્ફોટ્ક બેટ્સમેનનું ટીમમાં કમબેક

Team Chabuk-Sports Desk: એશિયા કપ (ASIA CUP) માટે ટીમ ઈન્ડિયાની (team india) જાહેરાત કરી દેવામાં આવી છે. રોહિત શર્માની આગેવાનીમાં 17 ખેલાડીઓની ટીમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા એશિયા કપ-2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પરત ફર્યા છે. યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ટીમમાં તક મળી છે. જ્યારે સંજૂ સેમસનને સ્ક્વોડમાં જગ્યા મળી નથી પરંતુ તેને સ્ટેન્ડબાયમાં રાખવામાં આવ્યો છે.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે થશે. આ પછી ભારત 4 સપ્ટેમ્બરે નેપાળ સામે બીજી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપ-એમાં છે. જણાવી દઈએ કે એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે.

asia cup

એશિયા કપ માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા.

એશિયા કપમાં ભારતીય ટીમનો હંમેશા દબદબો રહ્યો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં એશિયા કપની 15 સિઝન આવી છે, જેમાં ભારતે સૌથી વધુ 7 વખત (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018) ટાઈટલ જીત્યું છે. જ્યારે બીજા નંબર પર શ્રીલંકા છે જે 6 વખત (1986, 1997, 2004, 2008, 2014, 2022) ચેમ્પિયન રહી છે. પાકિસ્તાન માત્ર બે વાર (2000, 2012) ટાઇટલ જીતી શક્યું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments