Homeવિશેષભીમનાથ મહાદેવ: મહાદેવના સાનિધ્યમાં એક વૃક્ષ છે, થડ સડી ગયું પણ...

ભીમનાથ મહાદેવ: મહાદેવના સાનિધ્યમાં એક વૃક્ષ છે, થડ સડી ગયું પણ શાખાઓ લીલી છમ છે ! વૃક્ષમાંથી ઝરે છે સફેદ ખાંડ જેવો પદાર્થ, અહીં આવેલું છે આ પવિત્ર સ્થળ

Team Chabuk-Vishesh Desk:  ગુજરાતમાં મહાદેવના અનેક મંદિર આવેલા છે. દરેક મંદિર પાછળ અલગ અલગ કહાની છે. કેટલાક મંદિરમાં સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હોવાની પણ લોક વાયકા છે. આજે આપણે એવા જ એક મંદિરની વાત કરવાના છે જે સ્વયંભૂ પ્રગટ થયા છે. માનવામાં આવે છે કે, અહીં જો સાચા દિલથી મહાદેવને પાર્થના કરવામાં આવે તો મહાદેવ જીવનમાંથી દરેક સમસ્યાના નિકાકરણનો માર્ગ બતાવે છે.

ભીમનાથ મહાદેવ

વાત બોટાદના બરવાળા તાલુકાના ભીમનાથ ગામમાં આવેલા ભીમનાથ મહાદેવની છે. ભીમનાથ મહાદેવની જગ્યા ચમત્કારોથી ભરપૂર છે. અહીં એક વિશાળ વૃક્ષ છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે આ વિશાળ વૃક્ષનું થળ સુકાઈ ગયું છે પરંતુ તેની શાખાઓ લીલીછમ છે.

સ્વયંભૂ પ્રગટ થયા મહાદેવ

આ મહાદેવના મંદિરની પણ એક કહાની છે. કહેવામાં આવ્યું છે કે,  સાડા પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારત વખતે ભગવાન મહાદેવ અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા. પાંડવોનો વનવાસનો છેલ્લો તબક્કો હતો. ગુપ્તવાસમાં તેઓ અહીં પહોંચ્યા હતા. ભગવાન શિવમાં અતુટ શ્રદ્ધા ધરાવનારા અર્જુને પ્રણ લીધું હતુ કે તે મહાદેવની પૂજા કર્યા વગર અન્નનો એક દાણો પણ નહીં લે. જો કે, અહીં આજુબાજુ ક્યાંય પણ શિવલીંગ ન હતી. આ દરમિયાન ગદાધારી ભીમે પોતાનના ભાઈને ભૂખ્યો જોઈ એક યુક્તિ કરી. અહીં એક જાળ હતું જ્યાં શિવલિંગાકાર પથ્થર હતો. ભીમે આસપાસથી જંગલી ફૂલો લઈ તેના પર ચઢાવ્યા તથા જળાભીષેક કર્યો. ત્યારબાદ ભીમે પોતાના ભાઈઓને બોલાવ્યા અને આ શિવલીંગ દર્શાવી કે કોઈ થોડા સમય પહેલાં જ પૂજા કરીને ગયું છે. અર્જુને આ દ્રશ્યો જોઈ ખુશ થયો. તેણે નજીકમાં જ આવેલી નીલકા નદીમાંથી જળ ભરી શ્રદ્ધાપૂર્વક પથ્થર પર જળાભીષેક કર્યો અને પૂજા કરી ત્યારબાદ ભોજન ગ્રહણ કર્યું.

ભીમનાથ મહાદેવ

અર્જુને કરી હતી પૂજા

અર્જુને ભોજન ગ્રહણ કર્યા બાદ ભીમે હાસ્ય કર્યું અને સમગ્ર હકીકત કહી કે શિવલીંગ ઉપજાવી કઢ્યું હતું ત્યારી અર્જુન તારી પૂજા વ્યર્થ ગઈ છે. આમ અર્જુનનું પ્રણ તૂટ્યું. પ્રણ તૂટવાની જાણ થતાં અર્જુન દુઃખી થયો અને રડવા લાગ્યો. શિવજીની પ્રાર્થના કરવા લાગ્યો. બીજી તરફ ભીમે પોતાની યુક્તિ છતી કરવા માટે ગદા ઉઠાવી અને સહજ ભાવે પથ્થર પર પ્રહાર કર્યો. આટલામાં જ પથ્થરમાંથી દૂધની ધારાઓ સાથે શિવજી પ્રગટ થયા. આ જોઈ ભીમને ખૂબ દુઃખ થયું અને શિવજી સમક્ષ ક્ષમા માગી. શિવજીએ અર્જુનની ભક્તિથી પ્રસન્ન થઈ ભીમને ક્ષમા આપી અને પાંડુ પરિવારને આશીર્વાદ આપ્યા. આમ, શિવજી સ્વયં પ્રગટ થયા અને અર્જુનનું પ્રણ ન તૂટ્યું.

ગાયના આંચળમાંથી સ્વયં થતો દુગ્દાભિષેક

શિવજીના પ્રાગટ્ય બાદ ઘણા વર્ષો પહેલાં અંદાજે આજથી સાડા પાંચ સોથી છ સો વર્ષ પહેલાં રાજસ્થાન તરફથી એક દશનામ ગૌસ્વામી મહંત જૂનાગઢ આવી રહ્યા હતા. તેમની સાથે એક ગાય હતી જે તેમને બહું પ્રિય હતી. રસ્તામાં આ સ્થળ આવતું જ્યાં તેઓ વિશ્રામ કરતા. આ દરમિયાન તેમની ગાય આ વૃક્ષ પાસે જતી. ગાયના આંચળમાંથી વૃક્ષના થડ પાસે સ્વયં દૂધનો અભિષેક થતો. જો કે, આ વાતની મહંતને જાણ ન હતી. તેમને આશંકા હતી કે તેમની ગાયનું દૂધ કોઈ વ્યક્તિ દોહી ને લઈ જાય છે. તેમણે એક દિવસ ગાયનો પીછો કર્યો અને પોતાની આંખોથી આ દ્રશ્ય જોયું મહંત આશ્ચર્યમાં મુકાયા અને આ જ વિચાર કરતા કરતાં નિંદ્રાધીન થયા.

કેવી રીતે ફરી મળ્યું શિવલિંગ ?

નિંદ્રાધીન મહંતને સ્વપ્નમાં ભગવાન શિવ આવ્યા અને તેમણે આ સ્વયં દૂગ્ધાભિષેકનું રહસ્ય ખોલ્યું અને મહંતને ત્યાં જ રોકાઈ જવા  તેમજ જમીન ખોદી દટાઈ ગયેલું શિવલિંગ દ્રશ્યમાન કરવા આદેશ આપ્યો. મહંતે શિવજીના આદેશનું પાલન કર્યું અને વૃક્ષ નીચે જમીન ખોદી તો સાચે જ શિવલિંગ દ્રશ્યમાન થયું. ત્યારબાદ અહીંનો ધીમે-ધીમે વિકાસ થયો અને વૃક્ષની એક પણ શાખા ન કાપવી પડે તે રીતે મંદિરનું નિર્માણ કરાયું. આજે અહીં હજારો ભક્તો શિવજીના દર્શને આવે છે અને આશીર્વાદ મેળવે છે.

વૃક્ષમાંથી ઝરે છે સફેદ પદાર્થ

દાવો છે કે અહીં જે વૃક્ષ છે તેનું નામ વરખડી છે. ઉનાળામાં ચૈત્ર-વૈશાખ મહિનામાં આ વૃક્ષમાંથી ખાંડ જેવો સફેદ પદાર્થ ઝરે છે. ભક્તો આ પદાર્થને પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરે છે. હાલ અહીં 10088 શ્રી શ્રી મહામંડલેશ્વર પીઠાધીશ્વર મહંત આશુતોષ ગીરીજી બાપુ મહાદેવની સેવા કરી રહ્યા છે.

થડ સુકાયેલું પરંતુ શાખાઓ લીલીછમ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments