Team Chabuk-Sports Desk: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ઈન્દોર વનડેમાં ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું છે. આ સાથે જ આ જીત બાદ ટીમ ઈન્ડિયા ICC ODI રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે. જો કે આ મેચમાં ન્યૂઝીલેન્ડને 386 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ કિવી ટીમ 41.2 ઓવરમાં માત્ર 295 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ માટે ડ્વેન કોનવેએ શાનદાર સદી ફટકારી હતી, પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. ડ્વેન કોનવેએ 100 બોલમાં 138 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
ડ્વેન કોનવેની સદી વ્યર્થ ગઈ
ન્યૂઝીલેન્ડ માટે ઓપનર ડ્વેન કોનવેએ શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમની હાર ટાળી શક્યો નહોતો. જોકે તેને બાકીના બેટ્સમેનોનો સાથ મળ્યો ન હતો. ડ્વેન કોનવે સિવાય હેનરી નિકોલ્સે 40 બોલમાં 42 રન બનાવ્યા હતા જ્યારે મિચેલ સેન્ટનરે 34 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુર સૌથી સફળ બોલર રહ્યા હતા. કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 3-3 વિકેટ લીધી હતી.
Another comprehensive performance from #TeamIndia as they outclass New Zealand by 90 runs in Indore to complete a 3-0 whitewash. 🙌🏽
— BCCI (@BCCI) January 24, 2023
Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…#INDvNZ | @mastercardindia pic.twitter.com/7IQZ3J2xfI
ટીમ ઈન્ડીયાના કયા ખેલાડીએ કેટલા રન કર્યાં
રોહિત શર્માએ 85 બોલમાં 101 રન બનાવ્યાં હતા. રોહિતે તેની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યાં હતા. તો શુભમન ગીલે 78 બોલમાં 112 રનની ઈનિંગ રમી હતી. ગીલે તેની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યાં હતા. તે ઉપરાંત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 54 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે વિરાટ કોહલીએ 36 રન અને શાર્દુલ ઠાકુરે 25 રન બનાવ્યાં હતા. ત્યાર બાદ ઈશાન કિશન, સુર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદર જેવા બેટ્સમેન સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. ભારતીય ટીમ 26 ઓવરમાં વિકેટ ગુમાવ્યાં વગર 212 બનાવીને 400 રનના આંકડા તરફ આગળ વધતી હતી પરંતુ સતત વિકેટ પડતાં તે ફક્કત 385 રન સુધી જ પહોંચી શકી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત