Team Chabuk-Tech Desk : જાપાની કાર નિર્માતા કંપની ટોયોટાએ તેની 4,000થી વધુ કાર પરત મંગાવવાની જાહેરાત કરી છે. જેના કારણે ટોયોટા પોતાની કાર પરત મંગાવવા જઈ રહી છે. અમે તેના વિશે વધુ માહિતી આપવા જઈ રહ્યા છીએ. ટોયોટા તેની મધ્યમ કદની SUV કાર Toyota Urban Cruiser Highriderની 4,026 કારને રિકોલ કરશે. આ માટે કંપની દ્વારા સત્તાવાર રીતે કંપનીની વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે.
રિકોલ કરવાનું કારણ
Toyota દ્વારા વેબસાઇટ પર આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, કંપનીએ તેની Toyota Urban Cruiser Highrider કારના પાછળના સીટ બેલ્ટના માઉન્ટિંગ બ્રેકેટમાં ખામી વિશે માહિતી મળતાની સાથે જ સંભવિત કાર્સ માટે રિકોલ જારી કરી છે. જેથી કોઈ નુકસાન થાય તે પહેલા તેને સુધારી શકાય.
કારોને રિકોલ કરવી બનશે ખર્ચાળ
ટોયોટા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 8 ઓગસ્ટ, 2022 અને નવેમ્બર 15, 2022 વચ્ચે ઉત્પાદિત ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડર કારના 4,026 યુનિટ ઓળખવામાં આવેલી ખામીઓને સુધારવા માટે પાછા બોલાવવામાં આવશે.
શા માટે વાહનો પાછા બોલાવવામાં આવે છે?
કોઈપણ વાહનને રિકોલ કરવું એ સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે કોઈપણ વાહન ઉત્પાદક કંપનીને તેના વાહનોમાં સમાન ખામીની વારંવાર ફરિયાદો મળે છે અથવા કંપની પોતે તેની ઓળખી કાઢે. ત્યારબાદ તેને સુધારવા માટે વાહનોને પાછા બોલાવવામાં આવે છે. જો ખામી વધારે ગંભીર હોય, જેના કારણે કોઈ મોટું નુકસાન થવાની સંભાવના છે. તો કંપની પણ જ્યાં સુધી ખામી દૂર ન થાય ત્યાં સુધી વાહનનો ઉપયોગ કરવાનો ઇનકાર કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત