Team Chabuk-Gujarat Desk: મોબાઈલ ફોનને ચાર્જિંગમાં રાખીને ઉપયોગ કરનારાઓ માટે એક આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામમાં મોબાઈ ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહેલી એક કિશોરીનું મોબાઈલ ફાટતાં મોત થયું છે. ચાર્જિંગમાં મોબાઈલ ફોન રાખીને વાત કરી રહેલી કિશોરીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.
બનાવની વિગતે વાત કરીએ તો, મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલા છેટાસણા ગામે ગઈકાલે એક યુવતી મોબઈલ ફોનને ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. આ દરમિયાન અચાનક મોબાઈલ ફોનમાં જોરદાર ધડાકો થયો હતો. મોબાઈલ ફોન ફાટતાં કિશોરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પરિવારને આ બનાવની જાણ થતાં જ કિશોરી પાસે દોડી આવ્યા હતાં પરંતુ કિશોરી બચી શકી ન હતી અને તેનું ઘરે જ મોત નિપજ્યું હતું. મોબાઈલ ફોન ફાટતાં ઈજાગ્રસ્ત થયેલી કિશોરીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
બહુચરાજી તાલુકાના છેટાસણા ગામના શંભુભાઈ પ્રભાતભાઈ દેસાઈની પુત્રી શ્રદ્ધા સવારે પોતાના ઘરના ઉપરના માળે મોબાઈલ ફોનમાં વાત કરી રહી હતી. મોબાઈલની બેટરી લો હોવાના કારણે શ્રદ્ધાએ ફોનને ચાર્જિંગમાં રાખ્યો હતો અને સાથે સાથે વાત પણ કરી રહી હતી. આ દરમિયાન મોબાઈલ ફોન ધડાકો થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે શ્રદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોરદાર અવાજ સાંભળતાં જ આસપાસના લોકો અને ઘરના સભ્યો ઉપરના માળે દોડી ગયા હતા. પરિવારજનોએ ઉપરના રૂમમાં જોયું તો મોબાઈલમાં ધડાકો થવાના કારણે શ્રદ્ધાનું ઘટના સ્થળે જ મોત નિપજી ચૂક્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ પરિવાર દ્વારા ગામના તલાટીને કરવામાં આવી હતી. કિશોરી જે રૂમમાં વાત કરી રહી હતી તે રૂમમાં ઘાસ રાખવામાં આવ્યું હતું. ધડાકાના કારણે આગ લાગતાં આ ઘાસ પણ સળગી ગયું હતું. લોકોએ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. આ બનાવ બાદ છેટાસણા ગામમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.
મહત્વનું છે કે, મોબાઈલ આજકાલ લોકોના જીવનમાં એક અગત્યનું સાધન બની ગયું છે. મોબાઈલ ફોન વિના લોકોને ચાલતું નથી. હવે તો ઓનલાઈન અભ્યાસ ચાલુ થતાં બાળકોમાં પણ મોબાઈલ ફોનના ઉપયોગનું પ્રમાણ વધી ગયું છે. ઘણા લોકો આંખો દિવસ મોબાઈલ ફોનમાં ગેમિંગ સહિતની પ્રવૃત્તિઓ કરતાં રહેતાં હોય છે. ફોનમાં ચાર્જિંગ ન હોય તો લોકો મોબાઈલ ફોનને ચાર્જિંગમાં ભરાવીને પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખતા હોય છે. ત્યારે ઘણી વખત આ પ્રકારે મોબાઈલ ફોનમાં ધડાકો થવાના બનાવો સામે આવતાં રહે છે. ઘણી વખત ખિસ્સામાં પણ મોબાઈલ ફોન ફાટવાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે મહેસાણાના છેટાસણા ગામનો આ બનાવ આંખ ઉઘાટનારો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત