Team Chabuk-National Desk: કોરોના મહામારીએ ફરી એક વખત માથું ઉંચક્યું છે. દેશમાં એકાએક વધી રહેલા કેસના કારણે ત્રીજી લહેરની આશંકા પેદા થઈ છે. કેરળમાં સંક્રમણનો દર વધી રહ્યો છે. કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કેરળની સરકારે તારીખ 31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાનું એલાન કર્યું છે.
Complete lockdown to be imposed in #Kerala on 31st July and 1st August due to rising COVID19 cases in the state pic.twitter.com/I31OvXGSoJ
— ANI (@ANI) July 29, 2021
કેરળમાં અચાનકથી કોરોનાના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. સરકારે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રની બે ટીમો કેરળ રવાના કરી દીધી છે. નિર્દેશકની અધ્યક્ષતામાં છ ટીમો મોકલી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, કેરળ રાજ્યની ટીમની સાથે કેન્દ્રની ટીમ મળી કોરોનાને કાબૂમાં લાવવાનો પ્રયાસ કરશે.
જણાવી દઈએ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,159 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 38,525 લોકો ઠીક થયા છે. સામે 640 દર્દીઓનાં મોત થયા છે. દેશમાં સૌથી વધારે ચિંતા કેરળ માટે છે. અહીં બુધવારના રોજ એક જ દિવસમાં 22,056 લોકો સંક્રમિત મળ્યા હતા. જે દેશભરના સંક્રમિતો કરતા અડધા છે.
દેશના કેટલાક રાજ્યોમાં જાણે સંપૂર્ણ લોકડાઉન હોય એવી પાબંધીઓ લાદી દેવામાં આવી છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પડ્ડુચેરીનો સમાવેશ થાય છે. અહીં ગત વખતના લોકડાઉન જેટલા જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી કોરોનાની ત્રીજી લહેર આવવાની હોવાની આશંકા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે વિવિધ સંશોધનોમાં મેક્સિમમ વેક્સિનેશન એ જ બચવાના ઉપાય તરીકે ગણવામાં આવે છે. ત્યારે આવનારા દિવસોમાં કેરળ કોરોનાને કેવી રીતે ડામે છે, ઉપરાંત અન્ય રાજ્યોમાં કેસ વધે છે કે પછી કાબૂમાં રહે છે તેના પર સૌની નજર રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત