Team Chabuk-Political Desk: પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે તેવા અહેવાલ પ્રસારીત થઈ રહ્યા છે. ત્યારે અલ્પેશ કથીરિયાએ મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી છે જે સત્યથી ઘણી દૂર છે. તેમણે કહ્યું કે, ‘હાલ ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે. સરકાર પાટીદારોની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી હું ભાજપમાં જોડાઈશ નહીં.’ પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચે અને શહીદ થયેલા પરિવારજનોને નોકરી મળે. જો ભાજપ આ બંને મુદ્દાનો ઉકેલ કરી નાખે તો રાજકારણમાં જવા અંગે વિચારશું. સત્તા પક્ષ કે વિપક્ષ આ બંનેમાંથી કોઈ પણ બે મુદ્દાનો હલ લાવશે તો તેમની સાથે જવા અંગે વિચારશું. ગોપાલ ઇટાલિયાને પરેશાન કરાય છે. અટલ બિહારી વાજપાઈ અને અડવાણી સમયની રાજનીતિ થવી જોઈએ, બદલાની ભાવના ન હોવી જોઈએ.
કથીરિયાએ જણાવ્યું કે, આ વાત માત્ર ચર્ચા છે, આમાં કોઈપણ પ્રકારની તથ્યતા નથી. અમારી માંગણી ખૂબ જ સ્પષ્ટ છે. આ સરકાર અને આ પાર્ટી સામે અમારી માંગણીઓ છેલ્લા 6 વર્ષથી પેન્ડિંગ છે. શહીદ પરિવારને નોકરી ફાળવવામાં આવે અને સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ ઉપરના કેસો પરત ખેંચવામાં આવે. આ બે મુદ્દા પર સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. આવનારા દિવસોમાં સરકાર આ બાબતે શું કાર્યવાહી કરી રહી છે આ તમામ બાબતો પર ધ્યાન નજર રાખી રહ્યા છે. જે બાદ રાજકીય પ્રકારના નિર્ણય અમે જાહેર કરીશું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
