Homeદે ઘુમા કેવિક્રમ: સતત ચાર બોલમાં ચાર વિકેટ લેનારો જેસન હોલ્ડર T20Iનો ચોથો બોલર...

વિક્રમ: સતત ચાર બોલમાં ચાર વિકેટ લેનારો જેસન હોલ્ડર T20Iનો ચોથો બોલર બન્યો

Team Chabuk-Sports Desk: વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર જેસન હોલ્ડરે ઈતિહાસ રચી દીધો છે. ત્રીસ વર્ષીય હોલ્ડર ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીયમાં હેટ્રીક લેનારો વિન્ડીઝનો પ્રથમ બોલર બની ચૂક્યો છે. તેણે ન માત્ર હેટ્રીક લીધી હતી, પરંતુ ચાર બોલમાં ચાર વિકેટ લઈ ઈતિહાસ રચી દીધો હતો. જેસન હોલ્ડરે ઈંગ્લેન્ડની વિરૂદ્ધ પાંચમી અને અંતિમ મેચમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. હોલ્ડરના ફોર્મ અને વિન્ડિઝના શ્રેણી વિજયથી ભારત સામેની સીરીઝ રોમાંચક રહેવાનો અંદાજો આવી ગયો છે.

ધડાધડ ચાર વિકેટ પડી ગઈ

કિંગ્સ્ટન ઓવલ, બ્રિજટાઊનમાં 180 રનના લક્ષ્યનું પીછો કરવા માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને અંતિમ ઓવરમાં જીત માટે 20 રનની આવશ્યકતા હતી અને અંતિમ ચાર વિકેટ બાકી હતી. વીસમી નિર્ણાયક ઓવર જેસન હોલ્ડરની પાસે હતી. તેણે વીસમી ઓવરની બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી બોલ પર વિકેટ લઈ ઈતિહાસ રચી દીધો હતો. હોલ્ડરની આ વિધ્વંસક બોલિંગથી ઈંગ્લેન્ડની ટીમ 162 રન પર પવેલિયન પરત ફરી ગઈ હતી. વિન્ડીઝે આ મેચ 17 રનથી જીતી લીધી હતી. સાથે જ સીરીઝ પર 3-2થી કબ્જો જમાવ્યો હતો.

વિકેટ પડવાનો ક્રમ

ક્રમબેટ્સમેનરનકેવી રીતે આઉટ?
19.2ક્રિસ જોર્ડન7કેચ જૂનિયર વોલ્શ
19.3સેમ વિલિંગ્સ41કેચ જૂનિયર વોલ્શ
19.4આદિલ રાશિદ0કેચ ઓડિયન સ્મિથ
19.5સાકિબ મહમૂદ0બોલ્ડ

ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ્રીકની વાત કરવામાં આવે તો આ અત્યાર સુધીની 27મી હેટ્રીક છે. હોલ્ડર પૂર્વે ચાર બોલમાં ચાર વિકેટ લેવાનો કિર્તીમાન અફઘાનિસ્તાનનો રાશિદ ખાન, શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા અને આયર્લેન્ડનો સી.કેમ્ફર સર્જી ચૂક્યા છે. જેસન હોલ્ડર આ ક્રમમાં ચોથો બોલર છે.

હોલ્ડરે ઈંગ્લેન્ડને હેરાન કરી દીધા

જેસન હોલ્ડરને પાંચ બોલમાં પાંચ વિકેટ લેવાની તક નહોતી મળી, કારણ કે ઈંગ્લેન્ડની આખી ટીમ જ આઉટ થઈ ગઈ હતી. કેરિબિયન ઓલરાઉન્ડરે 2.5 ઓવરમાં 27 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડની તરફથી જેમ્સ વિન્સેએ 35 બોલ પર સર્વાધિક 55 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની તરફથી હોલ્ડર પૂર્વે સ્પિનર અકીલ હુસૈને ચાર ઓવરમાં ત્રીસ રન આપી ચાર વિકેટ લીધી હતી.

પોલાર્ડ અને પાવેલે બોલર્સની ખબર લઈ નાખી

આ પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમને ઈંગ્લેન્ડના સ્પીનર્સે બેટીંગ સમયે તંગ કર્યા હતા. જોકે કેપ્ટન કીરોન પોલાર્ડે 25 બોલમાં નોટ આઉટ 41 અને રોવમેન પાવેલે 17 બોલમાં નોટ આઉટ 35 રન કરી પાંચમી વિકેટ માટે 74 રનની અણનમ ભાગીદારી કરતા ઈંગ્લેન્ડ સામે પડકારજનક સ્કોર ઊભો કરી દીધો હતો. આ બને વિસ્ફોટક બેટ્સમેનોએ અંતિમ ચાર ઓવરમાં 66 રન કર્યાં હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments