Homeગામનાં ચોરેકઝાકિસ્તાનમાં મુસાફર વિમાન ક્રેશ, 42 લોકોના મોત થયાના માહિતી

કઝાકિસ્તાનમાં મુસાફર વિમાન ક્રેશ, 42 લોકોના મોત થયાના માહિતી

Team Chabuk-International Desk: કઝાકિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન લેન્ડિંગ વખતે ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં 67 લોકો સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં 5 ક્રુ મેમ્બર પણ હતા. રશિયન સમાચાર એજન્સીએ કહ્યું કે વિમાનનું સંચાલન અઝરબૈજાન એરલાઈન્સ દ્વારા થઈ રહ્યું હતું અને આ પ્લેન રશિયાના ચેચન્યામાં બાકુથી ગ્રોઝની માટે ઉડાન ભરી રહ્યું હતું. પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસના કારણે તેનો માર્ગ બદલવામાં આવ્યો હતો. અઝરબૈજાન એરલાઈન્સ તરફથી અકસ્માત અંગે તરત કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

plane crash

કઝાકિસ્તાનના અક્તો શહેર પાસે એક મોટી દુર્ઘટના ઘટી જ્યાં એક યાત્રી વિમાન ક્રેશ થયું છે. એવું કહેવાય છે કે આ વિમાનમાં 67 લોકો સવાર હતા. જેમાં 42 લોકોના મોત થયા છે અને 25 લોકો જીવ બચાવવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ઈમરજન્સી સર્વિસીસ દુર્ઘટનાસ્થળે આગ ઓલવવાની કોશિશ કરી રહી છે. વિમાન ક્રેશ થયાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે. 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાન ઝડપથી જમીન તરફ આવી રહ્યું છે અને ગણતરીની પળોમાં અકસ્માતનો ભોગ બને છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ધડાકાનો અવાજ આવે છે. ત્યારબાદ આગ અને ધૂમાડાના ગોટા હવામાં જોવા મળી રહ્યા છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments