Homeગામનાં ચોરેલખીમપુર હિંસાઃ કેન્દ્રીય મંત્રીના દીકરા આશિષ મિશ્રાની ધરપકડ, પુછપરછમાં અનેક સવાલોમાં આશિષની...

લખીમપુર હિંસાઃ કેન્દ્રીય મંત્રીના દીકરા આશિષ મિશ્રાની ધરપકડ, પુછપરછમાં અનેક સવાલોમાં આશિષની બોલતી બંધ થઈ ગઈ

Team Chabuk-National Desk: લખીમપુર કાંડમાં પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રાની લગભગ 12 કલાક જેટલી લાંબી પુછપરછ બાદ આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાના સાત દિવસ બાદ આઘરે મોડી રાત્રે આશિષ મિશ્રાની ધરપકડ કરી લેવાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા મામલે આશિષ મિશ્રા સામે હત્યા, અકસ્માતમાં મોત, ગુનાહિત ષડયંત્ર રચવા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાની કલમો લગાવીને ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનની નોંધ લેવામાં આવી છે. ડીઆઈજી ઉપેન્દ્ર કુમારે જણાવ્યું કે, આશિષ મિશ્રા તપાસમાં સહયોગ આપી રહ્યો નથી. અમુક પ્રશ્નોના જવાબ પણ તેણે આપ્યા નથી.

સૌથી મોટો સવાલ એ પણ હજુ ઉભો છે કે, ખેડૂતો પર જે થાર કાર ચડાવી દેવામાં આવી હતી તે આશિષ મિશ્રા ચલાવી રહ્યો હતો કે કેમ. જો કે આ સવાલના જવાબમાં આશિષ મિશ્રા અને તેના પતિ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા તરફથી સતત એ દલીલ કરવામાં આવી રહી છે કે, ઘટના સ્થળે આશિષ મિશ્રા હાજર ન હતો. આ સવાલને લઈને જ ક્રાઈમ બ્રાંચે પણ આશિષ મિશ્રાની કડક પુછપરછ કરી છે.

મળતી માહિતી પ્રમાણે પુછપરછ દરમિયાન તપાસ એજન્સીઓ તરફથી આશિષ મિશ્રાને 40 જેટલા સવાલો પુછવામાં આવ્યા. એસઆઈટીના એક સવાલનો આશિષ મિશ્રા જવાબ પણ ન આપી શક્યો. આશિષને પૂછવામાં આવ્યું હતું કે, 3 ઓક્ટોબરે બપોરે 2.36 મિનિટથી 3.30 મિનિટ સુધી તે ક્યાં હતો ? આશિષ મિશ્રા આ સવાલનો જવાબ આપી શક્યો નહીં. એટલે કે આશિષ મિશ્રાએ વીડિયો દેખાડીને પોતે બીજી જગ્યાએ હોવાનો ખૂબ પ્રયાસ કર્યો. પરંતુ જે સમયે ખેડૂતો પર કાર ચડાવી દેવામાં આવી, બરાબર તે સમયે આશિષ મિશ્રા ક્યાં હતો તે સાબિત કરવામાં તે નિષ્ફળ રહ્યો.

advertisement-1

પોલીસનું નિવેદન

ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, લાંબી પુછપરછ બાદ અમને લાગ્યું કે આશિષ મિશ્રા અમને સહકાર નથી આપી રહ્યો. ઘણી વાતો તેણે નથી જણાવી. તેથી તેની ધરપકડ કરી રહ્યા છીએ.

મેડિકલ તપાસ બાદ આરોપી આશિષ મિશ્રાને કોર્ટમાં હાજર કરવામાં આવશે બીજી બાજુ તેને મેડિકલ ટેસ્ટ માટે લખીમપુર જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે. આ માટે તેને લેવા ઈમર્જન્સિ મેડિકલ ઓફિસર ડો.અખિલેશ કુમાર ક્રાઈમ બ્રાંચ પહોંચ્યા હતા. મેડિકલ બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. ત્યારબાદ તેને રિમાન્ડ પર લઈ જવામાં આવી શકે છે. આશિષ મિશ્રાના વકીલે જણાવ્યું હતું કે, સોમવારે આ મામલે સુનાવણી થશે. ધરપકડ બાદ આશિષ મિશ્રાને લખીમપુર જેલમાં રાખવામાં આવ્યો છે.

એવી વાત પણ સામે આવી રહી છે કે, જે થાર કારથી ખેડૂતોને કચડવામાં આવ્યા તે થાર કારનો વીમો પૂર્ણ થઈ ગયો હતો. આ કારનો વીમો 13 જુલાઈ 2018ના રોજ પૂર્ણ થઈ ગયો હતો અને આ કાર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના નામ પર હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments