Homeગુર્જર નગરીગીર સોમનાથ: IVF ટેકનિકથી જન્મનારો ભારતનો પ્રથમ પાડો વિનયભાઈને ત્યાં

ગીર સોમનાથ: IVF ટેકનિકથી જન્મનારો ભારતનો પ્રથમ પાડો વિનયભાઈને ત્યાં

Team Chabuk-Gujarat Desk: આમ તો મનુષ્ય કે જાનવરનું જન્મવું એ સામાન્ય ઘટના છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં જન્મેલો એક પાડો આંતરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ મેળવી ચૂક્યો છે. આ પાડાનો જન્મ IVF ટેકનિક દ્વારા થયો છે. IVF ટેકનિક દ્વારા પાડાનો જન્મ થયો હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે. ગીર સોમનાથની આ ભેંસે શુક્રવારના રોજ પાડાને જન્મ આપ્યો હતો. આ ભેંસ ગુરુજાતના કચ્છ વિસ્તારની બન્ની પ્રજાતિની ભેંસ છે. બન્ની પ્રજાતિની ભેંસો દૂધનું વધારે ઉત્પાદન આપતી હોવાથી પશુપાલકોમાં તેની માગ ખૂબ રહે છે.

આ બન્ની ભેંસ છે ગીર સોમનાથ જિલ્લાના ધાનેજ ગામના પશુપાલક અને ખેડૂત વિનયભાઈ વાળાની. આ ખેડૂતના ઘરે જ છ ભેંસ આઈવીએફ ટેકનિકના માધ્યમ દ્વારા ગર્ભવતી બની છે. પણ આ ભેંસ અલગ એટલા માટે છે, કારણ કે તેણે પાડો જણ્યો છે. આમ તો કહેવત છે કે, ભરોસાની ભેંસે પાડો જણ્યો… પણ આ કહેવત પહેલી વખત ખોટી ઠરશે, કારણ કે ભેંસે પાડો જણ્યામાં પશુપાલક, ખેડૂત અને ખૂદ સરકારનું મંત્રાલય પણ ખુશખુશાલ છે. ખેડૂત વિનયભાઈને આશા છે કે આગામી સમયમાં પણ કેટલીક ગર્ભવતી ભેંસો પાડાને જન્મ આપશે.  

જણાવી દઈએ કે આ પ્રોદ્યોગિકીનો સૌ પ્રથમ વખત પાણી પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. એક બાજુ સરકાર બન્ની ભેંસની પ્રજાતિની સંખ્યામાં વધારો કરવા માટે પ્રયત્નશીલ છે તો બીજી તરફ ટેસ્ટટ્યૂબ ટેકનિક થકી પાડાનો જન્મ થવાથી ઘણી નવી દિશાઓ ખુલી છે. હવે આગામી સમયમાં બાકીની ભેંસો પણ આઈવીએફ ટેકનિકની મદદથી પાડુંઓને જન્મ આપે છે કે નહીં તેના પર સંશોધકોની નજર રહેલી છે.

સરકાર પણ બન્ની ભેંસોની પ્રજાતિઓને વધારવા ગતિશીલ હોવા પાછળનું મુખ્ય કારણ એ છે કે બન્ની ભેંસ શુષ્ક વાતાવરણમાં વધુ દૂધ ઉત્પાદન આપવા માટે પ્રસિદ્ધ છે. આઈવીએફ ટેકનિકની મદદથી થયેલો પાડાનો જન્મ, આવનારા સમયમાં બન્નીની પ્રજાતિઓ વધવાની શક્યતાઓ સૂચવી રહ્યો છે. આ અંગે મંત્રાલય દ્વારા પણ ટ્વીટ કરી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments