Homeગામનાં ચોરેબજરંગ દળના કાર્યકર્તાઓએ આશ્રમ વેબ સિરીઝના સેટ પર કર્યો હુમલો, પ્રકાશ ઝા...

બજરંગ દળના કાર્યકર્તાઓએ આશ્રમ વેબ સિરીઝના સેટ પર કર્યો હુમલો, પ્રકાશ ઝા પર ફેંકી શાહી

Team Chabuk-National Desk: ફિલ્મ નિર્દેશક પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમ-3ની શૂટિંગ દરમ્યાન રવિવારના રોજ બજરંગ દળના કાર્યકર્તાઓએ હંગામો મચાવ્યો હતો. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ચાલી રહેલી શૂટિંગ દરમ્યાન બજરંગ દળના કાર્યકર્તાઓ સેટ પર જબરદસ્તી ઘુસી આવ્યા હતા અને દિગ્દર્શક પ્રકાશ ઝાની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. કાર્યકર્તાઓએ નિર્દેશકના ચહેરા પર શાહી પણ ફેંકી હતી. ઉપસ્થિત લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં શૂટ કરી લીધો હતો. તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે કે બજરંગ દળના કાર્યકર્તાઓ મેકિંગ ટીમના સભ્યોનો પીછો કરે છે અને તેમાંથી એકને પકડી માર મારે છે.

સેટ પર હંગામો કરવા પહોંચેલા બજરંગ દળના સભ્યોનું કહેવું છે કે, બોબી દેઓલ સ્ટારર પ્રકાશ ઝા દિગ્દર્શિત વેબ સિરીઝ આશ્રમ હિન્દુત્વનું અપમાન છે. એવામાં જ્યાં સુધી આ સિરીઝનું નામ બદલવામાં નહીં આવે, તેઓ વેબ સિરીઝનું પ્રસારણ નહીં થવા દે. બજરંગ દળના એક નેતાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં કોઈ ફરિયાદ દાખલ નથી કરાવી. સાથે જ તેમણે આશ્વાસન આપ્યું હોવાની પણ વાત કહી છે કે તેઓ, સીરિઝનું નામ બદલી નાખશે.

જાણકારી મુજબ રવિવારની રાતે બજરંગ દળના સભ્યોની એક ટૂકડીએ સેટ પર હુમલો કરી દીધો હતો. સેટ પર જબરદસ્તી ઘુસી આવેલા કાર્યકર્તાઓએ પ્રકાશ ઝા મૂર્દાબાદ, બોબી દેઓલ મુર્દાબાદ અને જય શ્રીરામના નારા લગાવ્યા હતા. એવી માહિતી પણ સામે આવી રહી છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે વેબ સિરીઝમાં કાશીપુરના બાબા નિરાલાની ભૂમિકા ભજવનારા અભિનેતા બોબી દેઓલ પણ ત્યાં હાજર હતા.

આ સમગ્ર ઘટનામાં બજરંગ દળના નેતા સુશીલ સુડેલે કહ્યું હતું કે, તેઓએ આશ્રમનો પ્રથમ અને બીજો ભાગ બનાવ્યો હવે ત્રીજા ભાગની શૂટિંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, નિર્દેશકે પોતાની સિરીઝમાં દેખાડ્યું છે કે, ગુરૂ મહિલાઓનું શોષણ કરે છે. શું તેમનામાં ચર્ચ અને મદરેસાઓને લઈ ફિલ્મ બનાવવાની હિંમત છે. એટલું જ નહીં બજરંગ દળ દ્વારા મેકર્સને પડકાર ફેંકવામાં આવ્યો છે કે, તેઓ આ વેબ સિરીઝનું નિર્માણ નહીં થવા દે. અત્યાર સુધી અમે તેનો ચહેરો ખરાબ કર્યો છે. અમે બોબી દેઓલને શોધી રહ્યા છીએ. તેમને તેમના ભાઈ સન્ની દેઓલ પાસેથી કશું શીખવું જોઈએ, જેમણે દેશભક્તિની ફિલ્મો બનાવી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments