Team Chabuk-Political Desk: કરવા ચોથના એક કાર્યક્રમમાં રવિવારે સ્થાનીય હોટલમાં પહોંચેલી પૂર્વ કેન્દ્રિય મંત્રી અને સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું હતું કે, નવજોતસિંહ સિદ્ધુના આગમનથી કોંગ્રેસ કોમેડી શો બની ચૂકી છે. પ્રદેશના નવા મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની માત્ર ફોટોશૂટ મંત્રી છે. મુંબઈથી સોની ટીવી આવી કોંગ્રેસ પર સિરીયલ બનાવે.
સાંસદે મીડિયાની સાથે વાત કરતા કહ્યું હતું કે, સાડા ચાર વર્ષ સુધી કોંગ્રેસ સરકારે પંજાબ માટે કંઈ નથી કર્યું અને હવે કેપ્ટન અમરિન્દરસિંહને બાદલની સાથે સાઠગાંઠ હોવાનું બહાનું બતાવી ખુરશી પરથી ઉતારી દેવામાં આવ્યા. હવે નવા મુખ્યમંત્રી પ્રદેશ માટે કામ કરવાની જગ્યાએ પોતાનું ફોટોશૂટ કરાવીને ફક્ત સોશિયલ મીડિયા અને વિજ્ઞાપન સુધી સિમિત રહી ગયા છે. જેનાથી પ્રદેશની જનતા પીસાઈ રહી છે.
હરસિમરત કૌરે કહ્યું હતું કે, પંજાબમાં કોંગ્રેસના રાજમાં મંડીઓમાંથી ખેડૂતોનો પાક ખરીદવામાં નથી આવી રહ્યો. આ સિવાય જે ખેડૂતોનો પાક બર્બાદ થયો છે, તેમને કોઈ વળતર આપવામાં નથી આવ્યું. પ્રધાનમંત્રી યોજના હેઠળ જે ગરીબ લોકોનો ઉપચાર થતો હતો એ પણ સરકાર પાસેથી પૈસા ન મળવાના કારણે બંધ થઈ ગયો.
નાણામંત્રી મનપ્રીત બાદલ પોતાના શહેરમાં જ ફોગિંગ નથી કરાવી શકતી. જેથી શહેરના દરેક ઘરમાં ડેન્ગ્યૂ અને મલેરિયાથી પીડિત લોકો છે. કોંગ્રેસ હવે આંતરિક કલહના કારણે મજાક બની ગઈ છે. લોકો 2022ની ચૂંટણીની પ્રતીક્ષા કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ