Homeગુર્જર નગરીવલસાડ સિવિલમાં મૃતદેહ પરિવારની રાહ જોઈ રહ્યો છે !

વલસાડ સિવિલમાં મૃતદેહ પરિવારની રાહ જોઈ રહ્યો છે !

Team Chabuk-Gujarat Desk: વલસાડમાં કોરોના વાયરસના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. જેમ જેમ કેસ વધી રહ્યા છે તેમ તેમ મૃત્યુદર પણ વધી રહ્યો છે. આરોગ્ય તંત્ર કોરોના વાયરસના સંક્રમણને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યું છે પરંતુ કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. રોજ સિવિલ હોસ્પિટલમાં અનેક લોકો દમ તોડી રહ્યા છે. કોરોનાથી મૃત્યુ થાય એટલે હોસ્પિટલ તંત્ર મૃતકના પરિવારને તેની જાણ કરે છે અને મૃતદેહ સોંપી દે છે. જો કે, વલસાડ સિવિલમાં દમ તોડનારા ત્રણ વ્યક્તિના પરિવારનો સંપર્ક ન થતાં સિવિલ તંત્રએ પોલીસની મદદ લીધી હતી.

સરનામુ ખોટું લખાવ્યું

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે વાપીની એક સુખિયાદેવી ધરમવીર ખેડા નામના મહિલાએ સારવાર માટે દાખલ થતી વખતે પોતાનું સરનામુ ખોટું લખાવ્યું હતું જેને લઈને તેમના પરિવારનો સંપર્ક થઈ શક્યો ન હતો. સુખિયા દેવીએ હોસ્પિટલમાં જે નંબર આપ્યો હતો તે પણ વારંવાર બંધ આવી રહ્યો હતો.

અંતિમસંસ્કાર કોણ કરે ?

આ ઉપરાંત એકલવાયું જીવ જીવતા વૃદ્ધ દંપતીને  કોરોના થયો હતો જેમાં વૃદ્ધનું મોત થયું અને વૃદ્ધા પોઝિટિવ હોવાથી મૃતદેહના અંતિમ સંસ્કાર કોણ કરશે તે પ્રશ્ન ઉઠ્યો હતો. આવા સમયે પોલીસે માનવતા દાખવી જાતે જ કોવિડની ગાઈડલાઈન મુજબ વૃદ્ધના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. વૃદ્ધનો 10 અપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે 15 એપ્રિલે તેમનું નિધન થયું હતું.

વૃદ્ધનો પરિવાર ક્યાં છે ?

અન્ય એક હનુમાન ભાગડામાં રહેતાં નિરંજન મગન દેસાઈ નામના 80 વર્ષીય વૃદ્ધનું પણ હોસ્પિટલમાં નિધન થયું હતું. 18 એપ્રિલે તેમણે અંતિમ શ્વાસ લીધા. જેમના પરિવારનો સંપર્ક થઈ શક્યો ન હતો. પોલીસે આ વૃદ્ધના ઘરે પહોંચી તપાસ કરતાં સામે આવ્યું હતું કે, તેમની સાથે કોઈ રહેતું ન હતું. એટલું જ નહીં પાડોશમાંથી પણ જાણવા મળ્યું હતું કે, તેઓ વૃદ્ધના પરિવારને ઓળખતા નથી અને તેમનો કોઈ કોન્ટેક્ટ નંબર પણ તેમની પાસે નથી. જેથી સિવિલમાં વૃદ્ધ અને સુખિયાદેવી ધરમવીર ખેડા નામના મહિલાનો મૃતદેહ પરિવારની રાહ જોઈ રહ્યો છે.

પોલીસે મૃતકોના પરિવારજનો અંગે માહિતી મેળવવા તપાસ શરૂ કરી છે. બીજી તરફ વલસાડ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે હોસ્પિટલમાં દાખલ થતાં લોકોને સાચુ સરનામું અને ફોન નંબર લખાવવા અપીલ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments