Homeગામનાં ચોરેઆખી રાત કોરોનાનો દર્દી રાડો પાડતો હતો, સવારે જોયું તો ડોક્ટરના પગ...

આખી રાત કોરોનાનો દર્દી રાડો પાડતો હતો, સવારે જોયું તો ડોક્ટરના પગ તળેથી જમીન ખસકી ગઈ

Team Chabuk-National Desk: કોરોના વાયરસે સમગ્ર દુનિયાને હચમચાવીને રાખી દીધી છે. આ મહામારીએ લોકોના દિલ અને દિમાગ બંને પર અસર નાંખ્યો છે. આ વચ્ચે ઝારખંડના ગઢવામાંથી એક ચોંકાવનારા સમચાર આવી રહ્યા છે. જ્યાં કોવીડ સંક્રમિત વ્યક્તિએ હોસ્પિટલમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી હોસ્પિટલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. પોલીસે મૃતદેહને કબ્જામાં લઈને હોસ્પિટલ મોકલી દીધો છે અને સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.

હોસ્પિટલમાં અન્ય કોવીડ સંક્રમિત દર્દીઓનું કહેવું છે કે આ વ્યક્તિ 14 એપ્રિલના રોજ હોસ્પિટલમાં ભરતી થયો હતો. ત્યારથી એ રાડો પાડતો હતો. રાતે પણ કોઈને ઊંઘવા નહોતો દેતો. જણાવવામાં આવી રહ્યું છે કે દર્દીની રિકવિર પણ થઈ રહી હતી પણ અચાનક 18 એપ્રિલના રોજ તેણે આત્મહત્યા કરી લીધી. હાલ પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસમાં લાગેલી છે. અત્યાર સુધી મૃતકે આત્મહત્યા શા માટે કરી તેનો ખુલાસો નથી થઈ શક્યો.

આ ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. સોમવારની સવારે જ્યારે સફાઈકર્મીઓ વોર્ડમાં ગયા ત્યારે એક દર્દીને ફાંસીએ લટકેલો જોયો. એ પછી તેની સૂચના હોસ્પિટલ પ્રશાસનને આપવામાં આવી. સૂચના મળતા પોલીસ પહોંચી અને મૃતદેહને નીચે ઉતાર્યો.

આ ઘટનામાં પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, કોરોના સંક્રમિત વ્યક્તિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકના પરિવારજનો અને વોર્ડના અન્ય દર્દીઓ સાથે તથા હોસ્પિટલના સ્ટાફ સાથે પૂછતાછ કરવામાં આવી રહી છે. ડોક્ટરોએ પણ કહ્યું કે, એ ઠીક થઈ રહ્યો હતો. પણ વોર્ડમાં બરાડા પાડતો રહેતો હતો. તેને અસંખ્ય વખત સમજાવવામાં આવ્યું કે તે ઠીક થઈ જશે. પણ અચાનક તેણે આત્મહત્યા કરી લીધી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments