Homeગુર્જર નગરીગુજરાત વિધાનસભમાં આજે રજૂ થશે બજેટ

ગુજરાત વિધાનસભમાં આજે રજૂ થશે બજેટ

Team Chabuk- Gujarat Desk: ગુજરાત રાજ્યનું વર્ષ 2021-2022નું બજેટ આજે વિધાનસભમાં રજૂ થશે. નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરશે. જ્યારે બજેટ સત્ર આગામી પહેલી એપ્રિલ સુધી યોજાશે. કોરોના મહામારી બાદ ગુજરાતનું આ પ્રથમ બજેટ હશે ત્યારે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્ર પર સૌની નજર રહેશે. કેન્દ્ર સરકારના આ વખતના બજેટમાં આરોગ્ય ક્ષેત્રે વધુ ધ્યાન આપવામાં આવ્યું છે ત્યારે રાજ્યના બજેટમાં આ ક્ષેત્રને વિશેષ મળવાની આશા છે.

પેપરલેસ હશે બજેટ

કેન્દ્રની મોદી સરકારે ડિજિટલાઈઝેશન પર વધુ ભાર મૂક્યો છે. વર્ષ 2021-2022ના કેન્દ્ર સરકારનું બજેટ પણ પ્રથમ વખત પેપરલેસ રજૂ થયું હતું. હવે કેન્દ્ર સરકારના રસ્તે ચાલીને રાજ્ય સરકાર પણ પેપરલેસ બજેટ રજૂ કરવા જઈ રહી છે. આજે વિધાનસભામાં નીતિન પટેલ પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરશે. આ ઉપરાંત બજેટની તમામ માહિતી ગુજરાત બજેટ નામની એપ્લિકેશન પરથી પણ મળી રહેશે. નાણાકીય વર્ષ 2021-2022નું બજેટ લોકો ઓનલાઈન જોઈ શકશે. આ એપ્લિકેશન ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.  એપ્લિકેશનમાં બજેટને લગતીં તમામ વિગતો જોઈ શકાશે. એપ પર ગત વર્ષના બજેટના દસ્તાવેજોનો પણ સમાવેશ કરાયો છે.

નીતિન પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે

ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ આજે પણ વજુભાઈ વાળાના નામે છે. વજુભાઈ વાળા ગુજરાત વિધાનસભામાં 18 વખત બજેટ રજૂ કરી ચુક્યા છે. વર્ષ 2021-2022નું બજેટ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલ રજૂ કરવાના છે. નીતિન પટેલ આ વર્ષે 9મી વખત બજેટ રજૂ કરશે. આજે રજૂ થનારું બજેટ 77મું બજેટ હશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments