Team Chabuk : ગીર સોમનાથના વેરાવળની સોની બજારમાં સોભાયાત્રાનું આયોજન કરનારા આયોજકોની પોલીસે અટકાયત કરી છે. વેરાવળ સીટી પોલીસે ધાર્મિક કાર્યક્રમમાં શોભાયાત્રાનું આયોજન કરનારા શખ્સો વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ મુદ્દે વેરાવળ સીટી પોલીસે આયોજગક ભરત દામજી કૂહાડા સહિત કુલ 6 શખ્સોને ઝડપી લીધા છે.
ઉલ્લેખનીય છે કે, વેરાવળનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સેંકડો લોકો જોડાયા હતા અને તમામ લોકોએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. ન તો કોઈના ચહેરા પર માસ્ક જોવા મળ્યા હતા ન તો આ લોકોએ સોશિયલ ડિસ્ટંસનું પાલન કર્યું હતું. સોની બજારની સાંકડી ગલીઓમાં ભીડના કારણે સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ પ્રબળ બની હતી. યાત્રામાં યુવાનો, વૃદ્ધો સાથે બાળકો અને મહિલાઓ પણ જોવા મળી હતી. તમામ લોકો ઢોલના તાલે કોરોનાને ભૂલીને ઝુમી રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ ‘ધ ચાબુક’એ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.
કોરોનાની ગાઈડલાઈનનો ભંગ, વેરાવળની સોની બજારના નામે વાયરલ થયેલો વીડિયો.#viralvideo #veraval #girsomnath pic.twitter.com/v8mdzo3HyB
— thechabuk (@thechabuk) April 21, 2021
બીજી તરફ ગીર સોમનાથ પોલીસે લોકોને આવા ધાર્મિક કાર્યક્રમો ન યોજવા નાગરિકોને અપીલ કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં હાલ સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે. જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યા દિવસેનને દિવસે વધી રહી છે. હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા, ઓક્સિજનની પણ અછત છે એવામાં આવા કાર્યક્રમો યોજવા પોતાના અને પોતાના પરિવાર માટે ખુબ જોખમી છે. માટે હાલ ભીડવાળી જગ્યાએથી દૂર રહેવું જ વધુ યોગ્ય છે.
ટીમ ચાબુક પણ નાગરિકોને અપીલ કરે છે કે, રાજ્યમાં સંક્રમણ વધુ ફેલાયું છે. બની શકે તો આવા ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોમાં જવવાનું ટાળો. આ મહામારીના સમયમાં આપનું અને આપના પરિવારનું ધ્યાન રાખો. જેમ સોની બજારમાં લોકોએ બાળકોને માસ્ક વિગર જ છુટ્ટા મુક્યા એવું ક્યારેય ન કરો. કોરોનાની આ બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. હાલ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરો અને સંક્રમણથી બચો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત