Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં ઓક્સિજન ટેન્ક લીક થયા બાદ ઓક્સિજન સપ્લાય બંધ થતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં 22 દર્દીઓને જીવ ગુમાવવો પડ્યો. સ્વજનોના મોત થતાં હોસ્પિટલમાં ચારે તરફ કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. એક સાથે 22 મોતથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બન્યું હતું.
નાસિકના ઝાકિર હુસૈન હોસ્પિટલમાં અચનાક ગેસ લીકેજ થયો હતો. ગેસ લીકેજ થતાં ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. પહેલાં લોકોને એવું લાગ્યું હતું કે વાત સામાન્ય છે. સિક્યોરિટી અને ટીમના અન્ય લોકો ગેસ ક્યાંથી લીક થઈ રહ્યો છે તે શોધવામાં લાગી ગયા હતા. પરંતુ જ્યારે હકીકત સામે આવી ત્યારે લોકો ચોંકી ઉઠ્યા છે.
દુર્ઘટના મુદ્દે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. બીજી તરફ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે તપાસના આદેશ આપ્યા છે. સાથે જ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરાઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટના મુદ્દે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, “નાસિકની એક હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. તેનાથી સર્જાયેલી દુર્ઘટના મુદ્દે દુઃખી છુ, આ દુઃખની ઘડીમાં મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવું છું”
The tragedy at a hospital in Nashik because of oxygen tank leakage is heart-wrenching. Anguished by the loss of lives due to it. Condolences to the bereaved families in this sad hour.
— Narendra Modi (@narendramodi) April 21, 2021
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ દુઃખ વ્યક્ત કર્યું
ગૃહમંત્રી અમિત શાહે લખ્યું છે કે, “નાસિકની એક હોસ્પિટલમાં ઓક્સિજન લીક થવાથી સર્જાયેલી દુર્ઘટના મુદ્દે વ્યથિત છુ. આ દુર્ઘટનામાં જે લોકોએ સ્વજનોને ખોયા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ. તેમજ અન્ય દર્દીઓના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છુ.”
હોસ્પિટલમાં દાખલ હતા 157 દર્દી
જાકીર હુસૈન હોસ્પિટલ નાસિક નગર નિગમમાં આવતી એક કોવિડ હોસ્પિટલ છે. સવારે 10 વાગ્યા આસપાસ હોસ્પિટલમાં 157 દર્દીઓ સારવાર હેઠળ હતા. 157 દર્દીઓમાંથી 131 દર્દીઓ ઓક્સિજન પર હતા. કુલ 63 દર્દીઓની હાલત નાજૂક હતી. એવામાં અચાનક જ ગેસ લીકેજ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
#WATCH | An Oxygen tanker leaked while tankers were being filled at Dr Zakir Hussain Hospital in Nashik, Maharashtra. Officials are present at the spot, operation to contain the leak is underway. Details awaited. pic.twitter.com/zsxnJscmBp
— ANI (@ANI) April 21, 2021
ગેસ લીકેજ થયાની જાણ થતાં ગેસ કંપનીના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બપોરે દોઢ વાગ્યે લીકેજ બંધ કરાયું હતું ત્યાં સુધીમાં હજારો લીટર ઓક્સિજન વેડફાઈ ગયો હતો. સ્થાનિક તંત્રએ કહ્યું કે, લીકેજના કારણે ઓક્સિજન સપ્લાય અડધો કલાક સુધી બંધ રહ્યો હતો. ઓક્સિજન લીક થયાની ઘટના બાદ કેટલાય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં લઈ જવાયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત