અમદાવાદ નામનું શહેર. એ શહેર જેને જહાંગીરે ધૂળીયું શહેર કહ્યું હતું. મુંબઈની જેમ અહીં પણ રોટલો કમાવા માટે લાખો લોકો આવે છે. આ અમદાવાદ શહેર તેની ઈમારતોના નક્શીકામ અને વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ થયો હોવાથી ઈતિહાસ અને સંસ્કૃતિની દૃષ્ટીએ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. હવે તમે કહેશો કે ક્યાં અમદાવાદના ઈતિહાસની સમાજશાસ્ત્રની સાતમાં ધોરણની ચોપડીની જેમ વાત માંડી.
અમદાવાદ નગરીના મધ્યમાં આઈઆઈએમ (ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ) નામની સંસ્થા આવેલી છે. ઘણા લોકો ત્યાં ચેતન ભગત ભણ્યા હતા અને તેમની નવલકથા પરથી બનેલી ફિલ્મ ટુ સ્ટેટનું ત્યાં શૂટિંગ ઉતરેલું એ રીતે પણ યાદ કરે છે.
અમદાવાદની આ આઈઆઈએમ તેની વાસ્તુકલા અને ઐતિહાસિક સ્થાપત્ય માટે પણ વિશ્વભરમાં ખ્યાતિ પામેલી છે. સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. વિશ્વસ્તરીય ઓળખ હોવા પાછળનું કારણ અમેરિકાના આર્કિટેક્ટ લુઈ કાન છે. જેમણે આઈઆઈએમના બનાવેલા 18 ડોરમેટ્રીઝ ભવન આ સંસ્થાની મુખ્ય ઓળખ બની ચૂકી છે. જેને હેરીટેજ કેમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
હવે આઈઆઈએમ સંસ્થાન દ્વારા લેવામાં આવેલા એક નિર્ણથી વિવાદનો મધપૂડો છેડાઈ ચૂક્યો છે. આઈઆઈએમ અમદાવાદ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ડોરમેટ્રી ઈમારતનો પાડી દેવામાં આવશે.
પુન:નિર્માણ
આઈઆઈએમ અમદાવાદ કાનના તૈયાર કરેલા 18 ડોરમેટ્રીઝ ડિઝાઈનને પાડી તેનું પુન:નિર્માણ કરવાની છે. આ વિશે અમદાવાદ આઈઆઈએમે કહ્યું છે કે, 1960ના દાયકામાં બનાવવામાં આવેલા ભવનોને એટલા માટે બદલવામાં આવી રહ્યા છે કે વર્ષ 2001ની સાલમાં આવેલા ભૂકંપના કારણે કેટલાક ભવનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા.
શું સમસ્યા છે ?
આઈઆઈએમના ડાયરેક્ટર એરોલ ડિસૂઝાએ બુધવારે સંસ્થાનના જૂના વિદ્યાર્થીઓને એક પત્ર મોકલ્યો હતો. જેમાં તેમણે આ બિલ્ડિંગની વર્તમાન સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2001ની સાલમાં આવેલા ભૂકંપ અને તેના પછી લીકેજની – પાણી ભરાવાની સમસ્યાના કારણે હાલના ડોરમેટ્રીઝ ક્ષતિગ્રસ્ત છે. હવે દિવાલોમાં પણ મોટી તિરાડો પડવા લાગી છે. જેથી તેની જગ્યાએ નવી ઈમારતોનું નિર્માણ કરવાની તાતી આવશ્યકતા છે.
400 વિદ્યાર્થીઓ રહે છે
અહીંના 18 ડોરમેટ્રીઝને લૂઈ કાનના બેસ્ટ આર્કિટેક્ટના નમૂનામાંથી એક ગણવામાં આવે છે. આ છાત્રાવાસમાં આશરે 400થી વધારે વિદ્યાર્થીઓ રહે છે. પ્રોફેસર ડિસુઝાએ કહ્યું કે, આ છાત્રાવાસમાં વધારે વિદ્યાર્થીઓને રહેવાની સગવડ કરવામાં આવશે. એટલે કે છાત્રાવાસમાં હાલ 500 વિદ્યાર્થીઓને રહેવાની સગવડતા છે. તો બીજી તરફ નવા ભવનોમાં 800 વિદ્યાર્થીઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
નિર્ણય સામે વાંધો શું કામે છે ?
આઈઆઈએમ પ્રશાસનના નિર્ણયના વિરૂદ્ધમાં ઊભા થનારા લોકોનું મંતવ્ય છે કે, સમયની સાથે સાથે વાસ્તુકલા પણ ઈતિહાસનો ભાગ બનવા લાગે છે. જેને સાચવીને રાખવાની કોઈ પણ સમાજની જવાબદારી હોય છે. જાણકારોનું કહેવું છે કે, અમદાવાદના ડાયરેક્ટર અને બોર્ડ પર આ મહાન રચનાની સુરક્ષાની જવાબદારી છે. અને તેમણે બિલ્ડીંગને પાડવાની જગ્યાએ તેના રિસ્ટોર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આર્કિટેક્ટના વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર 18 ડોરમેટ્રીઝ ધ્વંસ કરવાની યોજના ભારતમાં સાંસ્કૃતિક રૂપથી એક ખોટું ઉદાહરણ રજૂ કરી રહી છે.
કેમ્પસ સાથે જોડાયેલી સાંસ્કૃતિક વિરાસત ખોવાઈ જશે
પેન્સિલ્વેનિયા વિશ્વવિદ્યાલયના આર્કિટેક્ચરર સ્કૂલ ઓફ ડિઝાઈનના ક્યૂરેટર અને કલેક્શન મેનેજર વિલિયમ વ્હિટકેરે કહ્યું કે, આ ડોરમેટ્રીઝ ભવન આઈઆઈએમ અમદાવાદની મુખ્ય ઉપલબ્ધિઓમાંની એક છે. પ્રશાસનનું પોતાની ઉપલબ્ધિઓમાં આ રીતે મોઢું ફેરવી લેવું એ કડવું સત્ય છે. આઈઆઈએમના એક સદસ્યએ આ વિશે કહ્યું કે, જોકે અમે માનીએ છીએ કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને સમાવવા માટે નવી ઈમારત બનાવવામાં આવી રહી છે. સત્ય વાત તો એ પણ છે કે કેમ્પસની ઈમારતોને ધ્વંસ કરી દેવાથી તેની સાથે જોડાયેલી સાંસ્કૃતિક વિરાસત પણ ખોવાઈ જશે.
વિરોધ પર ડિસૂઝાએ શું કહ્યું ?
આ તમામ વિરોધો પર ડાયરેક્ટર ડિસૂઝાએ કહ્યું કે, આખરે આપણે એમ શા માટે ન માનવું જોઈએ કે ઈતિહાસમાં બદલાવ ન લાવી શકાય. શા માટે આપણે માનીએ છીએ કે નવી પેઢીએ પણ ઈતિહાસને આ રીતે જ મહત્વ આપવું જોઈએ. જેવી રીતે જૂની પેઢી આપી રહી છે.
લુઈ કાન અને આઈઆઈએમ અમદાવાદની ડોરમેટ્રીઝ
વિશ્વ પ્રસિદ્ધ આર્કિટેક્ચરર લુઈ કાન 1962માં આઈઆઈએમના સંસ્થાપક ડાયરેક્ટર ડો વિક્રમ સારાભાઈના આમંત્રણ પર નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના સલાહકારના રૂપે ભારત આવ્યા હતા. કાને આઈઆઈએમ અમદાવાદનું કામ શરૂ કર્યું અને કેમ્પસને જોડીને બે સેક્ટર બનાવ્યા હતા. પ્રથમ વિક્રમ સારાભાઈ પુસ્તકાલય, વ્યાખ્યાન હોલ, પ્રશાસન યુક્ત બ્લોક અને કોર્ટ. બીજામાં હોડીઓના ઝુંડની માફક દેખાતી 18 ડોરમેટ્રીઝ. જેમાં અભ્યાસ કરનારા છાત્રોના રહેવાની વ્યવસ્થા હતી. પોતાના પ્રોજેક્ટમાં કાને ઈમારતોની વચ્ચે આવેલી ખાલી જગ્યાઓમાં પણ પૂરતું ધ્યાન આપ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા