Homeસિનેમાવાદકન્નડ અભિનેત્રીએ સુહાગરાતમાં સ્ત્રી અને પુરુષ શું કરે છે તેનો સીધો...

કન્નડ અભિનેત્રીએ સુહાગરાતમાં સ્ત્રી અને પુરુષ શું કરે છે તેનો સીધો જવાબ આપ્યો અને પ્રતિબંધની માગ ઉઠવા લાગી

Team Chabuk-Cinema Desk: કન્નડ ફિલ્મ અભિનેત્રી રચિતા રામ પોતાના નિવેદનને લઈ ચર્ચાઓમાં છે. અભિનેત્રી રચિતા ટૂંક સમયમાં ફિલ્મ લવ યૂ રચૂમાં જોવા મળવાની છે. અભિનેત્રી આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેણીએ બેધડક બોલ્ડ સીન્સ આપ્યા છે. હાલમાં જ આ ફિલ્મના પ્રમોશન માટે એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. જેમાં અભિનેત્રીને ફિલ્મમાં તેના બોલ્ડ સીન્સ વિશે પૂછવામાં આવ્યું હતું. એ વચ્ચે રચિતા રામે સુહાગરાત પર આપેલા નિવેદનથી કન્નડ ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

રચિતા રામને પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે ફિલ્મ સંલગ્ન પૂછ્યું હતું કે સુહાગરાત માં શું કર્યું હતું? જેનો જવાબ આપતા અભિનેત્રીએ કહ્યું હતું કે અહીં ઘણા લગ્નગ્રંથીથી જોડાયેલા લોકો છે. મારો ઉદ્દેશ્ય કોઈને શરમમાં મૂકવાનો નથી. હું તમને લોકોને પૂછું છું કે લગ્ન પછી લોકો શું કરે છે? તે એકબીજા રોમાન્સ કરે છે. બસ એ જ ફિલ્મમાં દેખાડ્યું છે. મેં આ પ્રકારના સીન શા માટે કર્યા છે તેની માહિતી તો તમને ફિલ્મ જોતા જ લાગી જશે.

shree-hari-jyotish

કન્નડ ફિલ્મ અભિનેત્રીના આ નિવેદન પર કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સે આપત્તિ વ્યક્ત કરી છે. એટલું જ નહીં રચિતા રામ પર પ્રતિબંધ લાદવાની પણ વાતો થઈ રહી છે. આ ચેમ્બરના અધ્યક્ષ તેજસ્વી નાગલિંગસ્વામીએ રચિતા રામના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે અભિનેત્રીનું નિવેદન રાજ્યના સંસ્કારો અને છબીને ખરડાવતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

તેમણે લોકોની સમક્ષ પોતાની વાત રાખતા કહ્યું હતું કે આજ સુધી પ્રમુખ અને દિગ્ગજ અભિનેત્રીઓમાંથી કોઈએ આવું વિવાદિત નિવેદન આપ્યું નથી. રચિતા રામ ઉદ્યોગમાં હજુ હમણાં જ આવી છે અને તે ફિલ્મ ઉદ્યોગના ઈતિહાસ વિશે કશું પણ નથી જાણતી. તેણે પોતાની અભદ્ર વાતથી ઉદ્યોગ જગતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.

એટલું જ નહીં, તેજસ્વી નાગલિંગસ્વામીએ રચિતા રામને માફી માગવાનું પણ કહ્યું છે. તેમણે આ અંગે કહ્યું છે કે જો અભિનેત્રી પોતાના નિવેદન પર માફી નથી માગતી, તો તેની ફિલ્મોને કર્ણાટકમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે. આ સિવાય તેઓ અભિનેત્રીની વિરૂદ્ધ કોર્ટમાં જશે અને તેને કર્ણાટક ફિલ્મ ઉદ્યોગમાંથી બેન કરવાનો પ્રયાસ કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments