Homeગુર્જર નગરીસુરત: 13 વર્ષની કિશોરીને અડપલાં કરનારા નરાધમ શિક્ષકને કોર્ટે આપી આ સજા

સુરત: 13 વર્ષની કિશોરીને અડપલાં કરનારા નરાધમ શિક્ષકને કોર્ટે આપી આ સજા

Team Chauk-Gujarat Desk: ત્રણેક દિવસ પહેલા સુરતની કોર્ટ દ્વારા અગિયાર વર્ષની તરુણીને અડપલાં કરનારા ઢગાને પાંચ વર્ષની સજા ફટકારી હતી. હવે ફરી એક વખત સુરતમાં એક 13 વર્ષીય કિશોરીને અડપલાં કરનારા નરાધમ શિક્ષકને પાંચ વર્ષની સજાનો હુકમ કોર્ટે હુકમ કર્યો છે. આ અંગેની ઘટના કંઈક એવી હતી કે ઉમરવાડા વિસ્તારમાં આવેલ એક શાળામાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી તેર વર્ષની કિશોરી જે સમયે પરીક્ષા આપી રહી હતી એ સમયે મહેસાણાના 49 વર્ષીય શિક્ષકે અડપલાં કર્યા હતા.

દસમી જૂન 2019માં કિશોરીની માતા દ્વારા ફરિયાદ નોંધવવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે શાળા શરૂ થઈ હોવા છતાં તેમની પુત્રી શાળાએ જવાનો નનૈયો ભણી રહી હતી. બીજી વખત જ્યારે શાળા દ્વારા અભ્યાસક્રમના પુસ્તકો આપવામાં આવી રહ્યા હતા ત્યારે પણ કિશોરી શાળાએ જવાની આનાકાની કરી રહી હતી. માતાને દાળમાં કંઈક કાળુ લાગતા તેમણે કડક શબ્દોમાં પૂછતાછ કરી હતી, જ્યાં કિશોરીએ પોતાની સાથે બનેલ અઘટીત ઘટનાની વિગતો માતાની સામે રાખી દેતા માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

તેમની પુત્રીએ રડતાં રડતાં એવું જણાવ્યું હતું કે, શાળામાં જ્યારે પરીક્ષા ચાલી રહી હતી ત્યારે શિક્ષક જીતેન્દ્ર લિંબાચિયા ઉર્ફ જીતુ તેની પાસે આવીને બેસી ગયો હતો અને અડપલાં કરવાના શરૂ કરી દીધા હતા. તેણે પીઠ પર હાથ પસવારવાનું શરૂ કરી દીધું હતું. આ ગોઝારી ઘટના રોકાઈ નહોતી. પરીક્ષાના બીજા દિવસે પણ નરાધમ શિક્ષકે પોત પ્રકાશ્યું હતું.

પુત્રી સાથે આવી ઘટના બની હોય પરિવારના લોકો શાળાના આચાર્ય શ્રીને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં આરોપી શિક્ષક જીતેન્દ્રએ આ ઘટના અંગે પરિવારની માફી પણ માગી હતી. જોકે પુત્રીની પીડા અને ભવિષ્યમાં આવું ફરી કોઈ સાથે ન બને એ જોતા આરોપીની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે આ ઘટના અંગેની જાણકારી અન્ય વાલીઓને થઈ ત્યારે તેમના ટોળેટોળા પણ શાળાની આગળ એકઠા થઈ ગયા હતા. આખરે આ નરાધમ શિક્ષકને કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments