Homeગામનાં ચોરેVIDEO:બહુ લાગણીશીલ છે આ વીડિયો, જુઓ બાપ-દીકરાએ બેડને કેવી રીતે બનાવી રિંગ...

VIDEO:બહુ લાગણીશીલ છે આ વીડિયો, જુઓ બાપ-દીકરાએ બેડને કેવી રીતે બનાવી રિંગ !

Team Chabuk-Viral Desk: સોશિયલ મીડિયાની દુનિયામાં અનેક એવા વીડિયો જોવા મળે જે જોઈને હ્રદયને ઠંડક મળે. ક્યારેક લાગણીઓથી હ્રદય ભરાઈ આવે. તો ક્યારેક એવા વીડિયો સામે આવી જાય જે જોઈને આપણે ખડખડાટ હસવા મજબૂર બની જઈએ.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એવો છે જેમાં લાગણીઓ પણ છે અને બહુ બધુ મનોરંજન પણ છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે. લોકો વીડિયો જોઈને લોકો ભરપૂર વખાણ કરી રહ્યા છે.

વીડિયો એક ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરાયો છે. વીડિયોમાં પિતા-પુત્રની જુગલબંધી જોવા મળી રહી છે. જેઓ ફાઈટ કરી રહ્યા છે. બેડને તોએ રિંગ બનાવી છે. પિતાથી પુત્ર જરા પણ નમતું જોખવા માગતો નથી. જેટલા સારા સ્ટંટ પિતા કરે છે તેનાથી સારા સ્ટેપ્સ પુત્ર પણ કરી રહ્યો છે. પિતા પુત્ર વચ્ચે ખુબ મસ્તી થઈ રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ઘરમાં પિતા અને તેનો નાનો પુત્ર છે. પિતા પુત્ર સાથે મસ્તી કરી રહ્યા છે અને રેસલર જેમ પુત્ર સાથે ફાઈટ કરી રહ્યા છે. પિતા પુત્રને નરમ બેડ પર ફેંકી રહ્યા છે જેની પુત્ર પણ મજા લઈ રહ્યો છે અને હાકલા પડકારા કરી રહ્યો છે. તો બીજી તરફ પુત્ર પણ પિતાને કોઈ મોટા રેસરલ જેમ પટકતો હોય તેમ ગાદલા પર પટકી દે છે અને પિતા સામે જીત મેળવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments