Homeદે ઘુમા કેપાંચ વર્ષ પછી વિરાટ કોહલીની એવરેજ 50થી નીચે આવી, શ્રીલંકા સામે બંને...

પાંચ વર્ષ પછી વિરાટ કોહલીની એવરેજ 50થી નીચે આવી, શ્રીલંકા સામે બંને ઈનિંગમાં મળી કુલ 43 રન પણ ન બની શક્યા

Team Chabuk-Sports Desk: બીજી ટેસ્ટ મેચમાં સિરીઝ પર કબ્જો જમાવવા માટે ભારતે શ્રીલંકાને 419 રનનું લક્ષ્યાંક આપ્યું છે. ભારતને આ મેચ જીતવા માટે નવ વિકેટની આવશ્યકતા છે. જ્યારે શ્રીલંકાને જીત માટે 419 રનની જરૂર છે. જોકે ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે આ ટેસ્ટ મેચ કોઈ ખાસ નહોતી રહી. પ્રથમ ઈનિંગમાં 23 અને બીજી ઈનિંગમાં 13 રન બનાવ્યા. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની એવરેજ 50થી ઓછી થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે કે વિરાટ કોહલીની એવરેજ 50થી નીચે હોય.

કોહલીએ ડિસેમ્બર 2016માં ઈંગ્લેન્ડની વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં 235 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં તેની એવરેજ 50થી ઉપર ચાલી ગઈ હતી. એ પછી 2017થી તેની એવરેજ 50થી ઉપર રહી હતી. હવે કારકિર્દીની 101મી મેચમાં વિરાટ કોહલીની એવરેજ 50થી નીચે આવી ગઈ છે.

વિરાટ કોહલીની હાલની એવરેજ 49.96ની છે. 33 વર્ષીય વિરાટ કોહલીએ કુલ 101 ટેસ્ટ મેચ રમી છે. 171 ઈનિંગમાં તેના બેટમાંથી 8043 રન નીકળ્યા છે. વ્યક્તિગત શ્રેષ્ઠ સ્કોર 254 છે. વિરાટે ટેસ્ટમાં 27 સેન્ચુરી અને 28 હાફ સેન્ચુરી ફટકારી છે. તેના બેટમાંથી સાત બેવડી સેન્ચુરી પણ નીકળી છે. જોકે વનડે અને ટી ટ્વેન્ટીમાં હજુ પણ તેની એવરેજ 50થી વધારે છે. વનડેમાં વિરાટે અત્યાર સુધીમાં 58.07 અને ટી ટ્વેન્ટીમાં 51.5ની એવરેજથી રન બનાવ્યા છે.

વર્ષ 2019માં વિરાટ કોહલીએ બાંગ્લાદેશની સામે ડે નાઈટ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી હતી. એ પછી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીએ 73 ઈનિંગ રમી છે. વિરાટને પચાસથી વધારેની એવરેજ જાળવવા માટે 43 રન બનાવવાના હતા. પરંતુ બંને ઈનિંગમાં કુલ મળીને 36 રન જ બની શક્યા. હવે તેની એવરેજ 49.95ની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments