Team Chabuk-Gujarat Desk : એક સમયે થંભી ગયેલું ગુજરાત ફરીથી દોડતું થયું છે. ધીમે-ધીમે રાજ્યમાં જે લોક કરાયું હતું તે ફરીથી અનલોક થઈ ગયું છે. ધોરણ 10 ધોરણ 12 તેમજ કોલેજનો અભ્યાસ શરૂ થયા બાદ હવે સરકાર ધોરણ 9 અને ધોરણ 11ના વર્ગો પણ શરૂ કરવાનું વિચારી રહી છે. આગામી સોમવારથી આ બંને વર્ગોના વિદ્યાર્થીને પણ લીલીઝંડી મળી શકે છે. આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબનેટ મળશે જેમાં વિવિધ મુદ્દે ચર્ચા થશે. કેબિનેટમાં ધોરણ 9 અને ધોરણ 11ના વર્ગો ખોલવા માટે ચર્ચા થઈ શકે છે. શક્યતા એવી પણ છે કે, કેબિનેટમાં આ બંને ધોરણના વર્ગો ખોલવા માટે લીલીઝંડી પણ મળી શકે છે.
કોરોના વાયરસનો ડર કેટલાક વાલીઓના મનમાં એ રીતે બેસી ગયો છે કે તેઓ કોઈ પણ જોખમ લેવા ઈચ્છતા નથી. કેટલાક વાલીઓ બાળકોને હજુ સ્કૂલે નથી મોકલી રહ્યા. તો કેટલાક વાલીઓ માત્ર પ્રેક્ટિકલ માટે જ બાળકોને સ્કૂલે જવા દઈ રહ્યા છે બાકીનો અભ્યાસ ઓનલાઈન કરાવી રહ્યા છે. વાલીઓનું માનવું છે કે, જો બાળકો સંક્રમિત થશે તો તેમના મન પર નકારાત્મક અસર પડશે. જેની અસર આગામી સમયમાં આવનારી પરીક્ષા પર થઈ શકે છે. બીજી તરફ કેટલાક વાલીઓ સરકારના નિર્ણય સાથે છે અને બાળકોનો ઓફલાઈન અભ્યાસ પણ શરૂ કરાવ્યો છે.
શાળા અને કોરોના બંને શરૂ !
સોમવારે શાળા શરૂ થતાની સાથે જ કોરોના પણ શરૂ થઈ ગયો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદની ટ્રસ્ટ સંચાલીત શાળા કે.એ.વણપરિયા સ્કૂલમાં એક સાથે 11 વિદ્યાર્થિનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. ગુજરાતની આ પ્રથમ ઘટના છે કે જ્યાં શાળા શરૂ થયા બાદ આ પહેલી એવી ઘટના છે કે, વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય. હાલ તમામ વિદ્યાર્થિનીઓ સારવાર હેઠળ છે. તમામ વિદ્યાર્થિનીઓને ગંભીર લક્ષણો ન હોવાથી હોમ આઈસોલેટ કરવામાં આવી છે. બીજી તરફ અન્ય વિદ્યાર્થિનીઓનો રિપોર્ટ નેગેટિવ છે તેમનું શિક્ષણકાર્ય ચાલુ જ રાખવા શાળા સંચાલકોએ નિર્ણય લીધો છે. વિદ્યાર્થિનીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર શાળાને સેનેટાઈઝ કરવામાં આવી હતી.
રાજ્યમાં વેક્સિનેશનનો કાર્યક્રમ
કોરોનાની વેક્સિન આવી ગઈ છે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. આજે પણ નિયત કરાયેલા કેન્દ્રો પરથી આરોગ્ય કર્મચારીઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. વેક્સિનેશનનું સુસજ્જ આયોજન કરાયું છે. આજે વેક્સિનનો ડોઝ લેનારા આરોગ્ય કર્મચારીઓને 28 દિવસ બાદ ફરી એક ડોઝ આપવામાં આવશે જેનો મેસેજ તેમને મોબાઈલમાં મળી રહેશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
કોરોના વાયરસ મુદ્દે ગુજરાત માટે સારા સમાચાર છે. રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર ઘટી રહ્યો છે. લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાના કેસનો કુલ આંકડો 500 નીચે પહોંચ્યો છે. રાજ્યમાં સોમવારે એક દિવસમાં 495 કેસ નોંધાયા હતા. જ્યારે કુલ 700 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. મેટ્રો શહેરોમાં પણ કોરોનાના સંક્રમણની ગતિ ધીમી પડી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરામાં એક દિવસમાં નોંધાતા કેસમાં ઘટાડો થયો છે. અમદાવદમાં આ આંકડો 98એ પહોંચી ગયો છે. તો સુરતમાં એક દિવસમાં 87, રાજકોટ શહેરમાં 59 અને ગ્રામ્યમાં 14 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે કુલ 2 લોકોના મૃત્યુ થયા છે. હાલ ગુજરાતમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 6 હજાર 193 છે. જેમાંથી 54 લોકો વેન્ટીલેટર પર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત