અબ્દુલ પઠાણ: તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યના માછીમારોની હાલત કફોડી બની ગઈ છે. માછીમારી ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. ઉના તાલુકાના કાંઠા વિસ્તારમાં તૌકતે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. તેમાંય નવાબંદર ગામે માછીમારીના ઉદ્યોગને બહુ મોટું નુકસાન થવા પામ્યું છે. નવાબંદર ગામે માછીમારી ઉદ્યોગ પાયમાલ થઈ ગયો છે. 30 થી વધારે કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
નવાબંદર ખાતે જેટી પર લગાવેલી 150 કરતાં પણ વધારે બોટને ભારે પવનના કારણે નુકસાન થયું છે. જેથી માછીમારી ઉદ્યોગ પડી ભાંગ્યો છે. આ નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ છે. ત્યારે માછીમારી ઉદ્યોગ ફરીથી ધમધમતો થાય તે માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માગ ઉઠી છે.
તૌકતે વાવાઝોડાના કારણે નવાબંદર ગામે 450 નાની-મોટી બોટ જેટી હાલ બિસ્માર હાલતમાં છે. જેથી બાજુમાં આવેલ દરિયાઈ જેટી પર બોટ લગાવવામાં આવી છે. નવાબંદર ગામે આવેલી જેટીનું ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદ્ઘાટન પણ કરી ચૂક્યા છે. ત્યારે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે. હાલ જેટી ના હોવાના કારણે બોટ માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ઉના તાલુકાના નવાબંદર ગામે તૌકતે વાવાઝોડાના કારણે બહુ મોટું નુકસાન થયું છે. માછીમારી ઉદ્યોગમાં કામ કરતાં મજૂરોની પણ રોજીરોટી છીનવાઈ ગઈ છે. આ ઉનાનું એક માત્ર માછીમારી ઉદ્યોગ છે જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજીરોટી આપે છે. અહીંયા માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલી મોટી મોટી કંપનીઓ આવેલી છે. પરંતુ તૌકતે વાવાઝોડાના કારણે મત્સ્ય ઉદ્યોગ પાયમાલ થઈ ગયો છે.
અહીંયા માછીમારોની લાંગરેલી બોટોને ભારે પવનના કારણે નુકસાન થયું છે. અનેક બોટોનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે. દરિયા કાંઠે જેટીને પણ નુકસાન થયું છે. આ ઉપરાંત દરિયા કાંઠાની આસપાસ રહેતા માછીમારોના ઝુંપડ્ડા અને કાચા મકાનો પણ વરસાદ અને વાવાઝોડાના કારણે પડી ગયા છે. ઉના તાલુકા સાથે સંકળાયેલા ત્રણ બંદરો પર 1 હજાર જેટલી બોટમાંથી 70 ટકા બોટને ભારે નુકસાન પહોંચ્યું છે.
આવા કપરા સમયે માછીમારી ઉદ્યોગને ફરી બેઠો કરવા અસરકારક પગલાં ભરવાની માગ કંપનીઓના માલિકો, બોટના માલિકો અને માછીમારી સાથે સંકળાયેલા લોકો કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત