Team Chabuk-National Desk: દેશ અને દુનિયામાં કોરોનાને હરાવવા માટે વેક્સિનેશન ચાલી રહ્યું છે. નિષ્ણાતોનો પણ મત છે કે કોરોનાના નાથવા માટેનું એકમાત્ર હથિયાર વેક્સિન જ છે. જેટલું વેક્સિનેશન ઝડપથી થશે એટલો ઝડપથી કોરોના ભાગશે. પરંતુ હજુ ઘણા લોકો વેક્સિન લેવાથી ડરી રહ્યા છે. ડરના કારણો ઘણા બધા હોઈ શકે છે. પરંતુ કેટલાક લોકો માની રહ્યા છે કે વેક્સિન લગાવીશું તો મરી જઈશું. તેથી જ તેઓ વેક્સિનથી દૂર ભાગી રહ્યા છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી સામે આવ્યો છે. વેક્સિન લગાવવા માટે પહોંચેલી આરોગ્ય વિભાગની ટીમને જોઈને ગામના લોકો નદીમાં કૂદી ગયા.
ઉત્તર પ્રદેશના બારાબંકીથી 70 કિલોમીટર દૂર એક 1500 વસતી ધરાવતું ગામ આવેલું છે. આ ગામનું નામ છે સિસૌડા. સિસૌદા ગામમાં વેક્સિન લગાવવાને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ વેક્સિન લગાવવા માટે આ ગામમાં પહોંચ હતી. ગામના લોકોને જાણ થઈ કે આરોગ્ય વિભાગની ટીમ તેઓને વેક્સિન આપવા માટે આવી છે તો ડરના માર્યા 200 જેટલા લોકો ભાગીને સરયૂ નદીના કિનારે પહોંચી ગયા. આરોગ્ય વિભાગની ટીમ પણ વેક્સિન આપવા માટે મક્કમ થઈને આવી હતી. તેથી ટીમ સરયૂ નદીના કિનારે પહોંચી. આરોગ્ય વિભાગની ટીમને જોઈને લોકો સરયૂ નદીમાં કૂદવા લાગ્યા. જો કે ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમે લોકોને સમજાવીને નદીમાંથી બહાર કાઢ્યા.
બારાબંકી જિલ્લાના રામનગર તાલુકાના સિસૌદા ગામની આ ઘટના છે. જ્યાં લોકો વેક્સિન મૂકાવવાથી ડરી રહ્યા છે. તેથી જ તેઓ આરોગ્ય વિભાગની ટીમનું ગામમાં આગમન થતાં જ ડરી ગયા અને વેક્સિન ન મૂકાવવા માટે સરયૂ નદીના કિનારે પહોંચી ગયા. આરોગ્ય વિભાગની ટીમને આ અંગેની જાણકારી મળતાં તેઓ પણ સરયૂ નદીના કિનારે પહોંચી તો લોકો નદીમાં કૂદવા લાગ્યા. લોકો પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર પાણીમાં કૂદવા લાગ્યા હતા.

લોકોને આ રીતે નદીમાં કૂદતા જોઈને આરોગ્ય વિભાગની ટીમ પણ ચિંતામાં મૂકાઈ ગઈ હતી અને ગામ લોકોને પાણીમાંથી બહાર આવવા વિનંતી કરી હતી, પરંતુ ગામ લોકો બહાર નીકળવા તૈયાર ન થયા. ત્યારબાદ રામનગરના એસડીએમ રાજીવ શુક્લ અને નોડલ ઓફિસર રાહુલ ત્રિપાઠી સ્થળ પર પહોંચ્યા હતા અને બન્ને અધિકારીઓએ ગામ લોકોને પાણીમાંથી બહાર નીકળી જવા ખૂબ સમજાવ્યા બાદ તેઓ પાણીમાંથી બહાર આવ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ સિસૌદા ગામમાં વેક્સિન લગાવવાને લઈને એટલો બધો ડર ઉભો થયો છે કે 1500ની વસતી ધરાવતા આ ગામમાંથી અત્યાર સુધી 14 લોકોએ જ વેક્સિન મૂકાવી છે. સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગ લોકોને વેક્સિન લગાવવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યું છે, તેમ છતાં આ ગામમાંથી હજુ 14 લોકોએ જ વેક્સિન લીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત