Team Chabuk-National Desk: હત્યા કેસમાં ફરાર એવા ઓલિમ્પિક મેડાલિસ્ટ કુસ્તીબાજ સુશીલ કુમાર (Sushil Kumar)ની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. કુસ્તીબાજ સુશીલ કુમારની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે સ્પેશિયલ સેલે સુશીલ કુમારના સાથે તેના સાથીની પણ ધરપકડ કરી છે. દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી સુશીલ કુમાર (Sushil Kumar) અને તેના સાથી અજયની 18 દિવસ બાદ ધરપકડ (Arrest) કરી લેવામાં આવી છે. બન્ને કાર મૂકીને સ્કૂટી પર બેસીને કોઈને મળવા જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસે બન્નેને પકડી લીધા હતા.
#WATCH | A team of Delhi Police Special Cell arrested Wrestler Sushil Kumar; visuals from Saket Police Station.
— ANI (@ANI) May 23, 2021
(Source: Delhi Police) pic.twitter.com/tauURqxvC2
મહત્વનું છે કે એક હત્યાના કેસમાં આરોપી કુસ્તીબાજ સુશીલ કુમાર (Sushil Kumar)ને પકડવા માટે પોલીસે પંજાબના ભટિંડા, મોહાલી સહિત ઘણા રાજ્યમાં તાત્કાલિક રેડ પાડી હતી. દિલ્હીમાં પણ ઘણી જગ્યાએ પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ તેમ છતાં સુશીલ કુમાર પોલીસના હાથ ન લાગ્યો. ગઈકાલે અફવા ફેલાઈ હતી કે સુશીલ કુમારને પંજાબથી પકડી લેવામાં આવ્યો છે. પરંતુ તે વાતમાં કોઈ તથ્ય ન હતું.
ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા સુશીલ કુમાર (Sushil Kumar) છેલ્લા ઘણા સમયથી પોલીસથી બચવામાં સફળ રહ્યો. મળતી જાણકારી પ્રમાણે કુસ્તીબાજ સુશીલ કુમાર અલગ નંબરથી પોતાના નજીકના લોકો સાથે સંપર્કમાં હતો. દિલ્હી પોલીસની ઘણી ટીમ કુસ્તીબાજ સુશીલ કુમારને શોધવામાં લાગી હતી. પરંતુ અંતે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે દિલ્હીમાંથી જ સુશીલ કુમારની ધરપકડ કરી લીધી.
દિલ્હી પોલીસે સુશીલ કુમાર (Sushil Kumar) ઉપર 1 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. જ્યારે તેના સાથી અજય ઉપર 50 હજારનું ઇનામ રાખવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્ટર શિવકુમાર અને ઇન્સ્પેક્ટર કરમબીરની આગેવાનીમાં સ્પેશિયલ સેલની ટીમે સુશીલ કુમારની ધરપકડ કરી છે, આ ટીમને એસીપી અતારસિંહ માર્ગદર્શન કરી રહ્યા છે.
સુશીલ કુમાર પર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં 23 વર્ષના કુસ્તીબાજ સાગર રાણાની હત્યાનો આરોપ લાગ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, લોકડાઉન પછી કુસ્તીબાજ સુશીલ કુમાર (Sushil Kumar), લોરેન્સ વિશ્નોઈ અને કાલા જખેડી ગેંગના કેટલાક શખ્સોએ સાથે મળીને સ્ટેડિયમમાં પ્રવેશ્યા હતા, જ્યાં કુસ્તીબાજોના બે જૂથ વચ્ચે મારપીટ થઈ હતી. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું. જેમાં સાગર રાણા, સોનુ અને અમિત કુમાર સહિત પાંચ કુસ્તીબાજો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક કુસ્તીબાજ સાગર રાણાનું મોત થઈ ગયું.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન કુસ્તીબાજ સાગર રાણાનું મોત થયું હતું. મૃતક સાગર રાણા દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવનારનો પુત્ર હતો. એવું પણ સામે આવ્યું છે કે સંપત્તિના વિવાદને લઈને આ ઝઘડો થયો હતો. સાગર અને તેનો મિત્ર જે ઘરમાં રહેતા હતા તેને સુશીલ કુમાર (Sushil Kumar) ખાલી કરાવવા માટે દબાણ કરી રહ્યો હતો.
ગત મંગળવારે સુશીલ કુમાર (Sushil Kumar)ની જામીન અરજીને રોહિણી કોર્ટે ફગાવી દીધી હતી. ધરપકડ બાદ સ્પેશિયલ સેલ દ્વારા બન્નેને રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ સુશીલ કુમાર અને તેના પીએ અજયને ઉત્તર-પશ્ચિમ જિલ્લા પોલીસને સોંપવામાં આવશે.
મારામારીની આ ઘટનાના બીજા દિવસે જ સુશીલ કુમારે (Sushil Kumar) આ મામલે ખુલાસો કરીને પોતાના પર લાગેલા આરોપો નકારી કાઢ્યા હતા. સુશીલ કુમારે કહ્યું હતું કે, અમે જ પોલીસને જાણ કરી હતી કે અમારા પરિસરમાં કેટલાક અજાણ્યા લોકો આવીને ઝઘડો કરી રહ્યા છે. મહત્વનું છે કે સુશીલ કુમારે 2012માં લંડન ઓલિમ્પિક્સમાં સિલ્વર અને બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત