Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં ઝાકળનું સામ્રાજ્ય પ્રસરી ગયું છે. દૂર સુદૂર સુધી ઈમારતો ઝાકળના કારણે ઢંકાઈ ગઈ છે. મોર્નિંગ વોક કરવા માટે નીકળેલા લોકોને સવારમાં આશ્ચર્યજનક વાતાવરણની ઝાંખી થતા મોબાઈલ લઈ તસવીરો લેવા માટે ઉમટી પડ્યા હતા. બીજી તરફ વાહનોને પણ ઝાકળના કારણે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. સો મીટર દૂરથી જ સામે દેખાતું વાહન કે બિલ્ડીંગ ધુમ્મસના કારણે ખોવાયેલું જોવા મળ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સ્થિતિ સર્જાય છે. તારીખ 20થી 23 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેવાના તો ક્યાંક વરસાદ પડવાની શક્યતાઓ સેવવામાં આવી છે. જેના ભાગે અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં વહેલી સવારે ઝાકળનું પ્રભુત્વ જોવા મળ્યું હતું.

તો વહેલી સવારમાં વાહનોની અવરજવર ઓછી જોવા મળી હતી. કોરોનાના કારણે લોકો પણ ઓછી સંખ્યામાં ઘરની બહાર નીકળે છે પણ આજે દૃશ્ય કંઈક અલગ હોવાથી મોર્નિંગ વોક માટે નીકળનારાઓની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી હતી. સવારમાં નોકરી સહિતના વ્યવહારું કામમાં જનારા લોકોને ઝાકળના કારણે સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત