Homeતાપણુંઉત્તર પ્રદેશની ચૂંટણી વચ્ચે મોદી અમેરિકાના બાઈડેનને પછાડી જગતના નંબર વન લોકપ્રિય...

ઉત્તર પ્રદેશની ચૂંટણી વચ્ચે મોદી અમેરિકાના બાઈડેનને પછાડી જગતના નંબર વન લોકપ્રિય નેતા બની ગયા

Team Chabuk-Political Desk: હવે સોશિયલ મીડિયા ફરી એમ કહેશે કે, ‘આ કયું વોટિંગ છે જેમાં મને નથી બોલાવતા?’ કેમ કે ઉત્તર પ્રદેશની ચૂંટણીના વાદળો ઘનઘોર બની ઘેરાયા છે અને એ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની રેટિંગ સામે આવી ગઈ છે. વિરોધીઓએ ઉડાવેલી ટેલિપ્રોમ્પટરની મજાક હોય કે હોય ગઈકાલે થઈ ગયેલા ફમ્બલની વાત. આ ઉહાપોહ વચ્ચે પ્રધાનમંત્રી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બની ચૂક્યા છે. 71 ટકા વોટિંગ તેમને મળ્યું છે.

મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા વિશ્વના 13 નેતાઓની સૂચીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને છેક છઠ્ઠું સ્થાન મળ્યું છે અને તેમને 43 ટકા રેટિંગ મળ્યું છે. બાઈડન બાદ કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડોનું નામ છે. એમને પણ 43 ટકા વોટ મળ્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનને 41 ટકા વોટ મળ્યા છે. અર્થાત્ મહાસત્તાના નેતાને પછાડી મોદીજીએ સતત ત્રીજા વર્ષે શીર્ષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પીએમ નરેન્દ્ર મોદી નવેમ્બર 2021માં પણ વિશ્વના લોકપ્રિય નેતાઓની સૂચિમાં ટોચ પર હતા. આ વેબસાઈટ વર્તમાનમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યૂનાઈટેડ કિંગડમ અને અમેરિકામાં સરકારી નેતાઓ અને દેશના અગ્રણી નેતાઓની રેટિંગ પર નજર રાખે છે.

નવીનતમ સ્વીકૃત રેટિંગ 13થી 19મી જાન્યુઆરી 2022ની વચ્ચે એકઠા કરવામાં આવેલા આંકડાઓના આધાર પર નક્કી કરવામાં આવ્યું છે. મોર્નિંગ કન્સલ્ટે પોતાની વેબસાઈટ પર કહ્યું છે કે રેટિંગ પ્રત્યેક દેશના વયસ્ક નાગરિકોના સાત દિવસના એવરેજ સર્વે પર આધારિત છે. સર્વેમાં સામેલ લોકોની સંખ્યા દરેક દેશ મુજબ અલગ અલગ હોય છે. મે 2020માં આ જ વેબસાઈટે પીએમ નરેન્દ્ર મોદીને સર્વાધિક રેટિંગ આપ્યા હતા. એ વખતે તેમને 84 ટકા રેટિંગ મળ્યા હતા. જે એક વર્ષ બાદ 2021ના મે મહિનામાં ઘટીને 63 ટકા થઈ ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments