Homeગુર્જર નગરીજૂનાગઢ મનપાનો લોગો બદલાશે, તમારી પાસે પણ છે લોગો બનાવી કમાણી કરવાની...

જૂનાગઢ મનપાનો લોગો બદલાશે, તમારી પાસે પણ છે લોગો બનાવી કમાણી કરવાની તક

Team Chabuk-Gujarat Desk: દરેક સંસ્થા, ટ્રસ્ટ, પાલિકા, મહાનગરપાલિકાનો ખાસ અલગ લોગો હોય છે. જુના જમાના પણ દરેક રાજ્યનો પોત પોતાનો સિમ્બોલ, લોગો હતો. જુનાગઢ મહાનગરપાલિકાનો પણ પોતાનો લોગો છે. પરંતુ હવે મહાનગરપાલિકા તે લોગો બદલાવવા માંગે છે. એ માટે તેમણે નાગરિકોને લોગોની ડિઝાઇન બનાવવા આમંત્રિત કર્યા છે.

કેમ બદલાશે લોગો?

જૂનાગઢ મહાનગરપાલિકાનો હાલનો લોગો નગરપાલિકા સમયનો ચલણમાં છે, પ્રાથમીક રીતે આ લોગોમાં મહાનગરપાલિકા ધ્વારા પ્રજાને સેવા પુરી પાડે છે તે, વિકાસ કાર્યો કરે છે તે અને જૂનાગઢ શહેર સાંસ્કૃતિક અને પ્રાચીન ધરોહર જાળવી બેઠુ છે તેવી કોઈ બાબતનો હાલના લોગોમાં ઉલ્લેખ જણાતો નથી, આથી આ લોગો બદલી મહાનગરપાલિકાનુ સાચુ અને યોગ્ય વ્યકતિત્વ પ્રતિબિંબ થઈ શકે તે ધ્યાને લઈ મહાનગરપાલિકા, જૂનાગઢનો લોગો બદલાવવા માંગે છે.

લોગો બનાવવા ઓપન હરીફાઈ

મહાનગરપાલિકા દ્વારા લોગો બનાવવા અન્વયેની ઓપન હરીફાઈ રાખવામાં આવી છે. જેમાં સ્પર્ધકો પાસેથી સોફ્ટ કોપી તથા હાર્ડકોપીમાં લોગો મંગાવવામાં આવે છે. નિર્ણાયકોની કમિટી ધ્વારા પસંદ થયેલ પ્રથમ ૧ થી ૫ વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર રૂ.૧૧,૦૦૦/– પ્રત્યેક સ્પર્ધક દિઠ અને પ્રમાણપત્ર તેમજ આખરી પસંદગી પામનાર લોગો બનાવનાર સ્પર્ધકને વધારાના રૂા.૧૧,૦૦૦/– નુ રોકડ પુરસ્કાર (આખરી વિજેતા સ્પર્ધકને કુલ રૂા.૨૨,૦૦૦/–) અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તેમજ સદરહુ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવનાર છે.

નવા લોગોમાં શું શું હશે?

જૂનાગઢ મહાનગરપાલિકાના નવા લોગોની ડિઝાઈનમાં ધ્યાને લેવાનાં પરિબળોઃ

 ૧. જૂનાગઢની ઓળખનો પ્રતિક તરીકે ઉપયોગ કરવો જેમાં ગીરનાર, નરસિંહ મહેતા, ગીરનો સિંહ ઈત્યાદી.

૨. લોગોની ડિઝાઈન આકર્ષક, પ્રતિકાત્મક અને લાલિત્યપૂર્ણ હોવી જોઈએ.

૩. લોગો જો સુત્ર સાથે (પંચલાઈન) બનાવ્યો હોય સુવાચ્ય ઉપરાંત સૌને સમજાય તેમ હોવી જોઈએ.

૪. લોગો રંગીન અને બ્લેક એન્ડ વાઈટમાં યોગ્ય રીતે છપાય તે ધ્યાનમાં રાખવુ.

૫. લોગો સોફ્ટકોપી તથા હાર્ડકોપીમાં રજૂ કરવાનો રહેશે.

૬. કલાકારોએ પોતાની વિગતો અને લોગો તા.૧૮/૦૪/૨૦૨૨ સુધીમાં રૂબરૂ, રજીસ્ટર એડી,સ્પીડ પોસ્ટ, કુરીયર મારફત એડીએમ શાખા, રૂમ નં.૧૦૭,મહાનગરપાલિકા કચેરી,આઝાદ ચોક, જૂનાગઢ ખાતે રજૂ કરવાનો રહેશે.કવર પર “લોગો હરીફાઈ” લખવાનુ રહેશે.

૭. લોગો અંગેના તમામ કોપીરાઈટસ / હકકો મહાનગરપાલિકા, જૂનાગઢના રહેશે. આ અંગે કોઈ અન્ય વળતર/ રોયલટી / પુરસ્કાર ઉપર જણાવ્યા સિવાય અન્ય કોઈ બાબત મળવા પાત્ર થશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments