Team Chabuk-Gujarat Desk: અમદાવાદથી દિલ્હી ત્રણ કલાકની અંદર અંદર ફેસસા પહોંચાડી દર્દીના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં આ બીજી વખત થયું છે. આ પૂર્વે ગત વર્ષે કોરોનાના એક દરદીમાં ફેફસા પ્રત્યારોપિત કરવામાં આવ્યા હતા. આ બંને કેસ સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલના છે. બુધવારના રોજ ગુજરાતના અમદાવાદથી દિલ્હી ખાતેની મેક્સ હોસ્પિટલ સુધી 950 કિલોમીટર સુધીની યાત્રા માત્ર ત્રણ કલાકની અંદર પૂર્ણ કરી ફેફસાનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. બંને રાજ્યોમાં પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને મદદ કરી હતી.
ડોક્ટરના જણાવ્યા અનુસાર, અમદાવાદના 44 વર્ષીય એક દરદી બ્રેન ડેડ થઈ ગયા હતા. જેના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો. જે પછી મેક્સ હોસ્પિટલમાં 54 વર્ષીય દરદી લાંબા સમયથી વેટીંગમાં હતો. દરદીને સૂચિત કરવામાં આવ્યો અને તેને તત્કાલ ઉત્તર પ્રદેશથી દિલ્હી બોલાવવામાં આવ્યો. ડોક્ટરે જણાવ્યું કે આશરે નવ કલાક સુધી ચાલેલી મેરેથોન વાઢકાપ ક્રિયા બાદ દરદીનું પ્રત્યારોપણ સફળ રહ્યું હતું. મોડી રાત્રે દરદીને આઈસીયૂમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. આગામી બેથી ત્રણ વર્ષ બાદ દરદીની સ્થિતિ અંગે જાણકારી મળશે.
ઉત્તર ભારતમાં ગત વર્ષ સુધી ફેફસાઓનું પ્રત્યારોપણ નહોતું થયું. અત્યાર સુધી મેક્સ, દિલ્હી એઈમ્સ અને ગંગારામ હોસ્પિટલમાં જ અનુમતિ મળી છે. જેમાં મેક્સ હોસ્પિટલે ફેફસાનું પ્રથમ પ્રત્યારોપણ ગત વર્ષે કર્યું હતું. એ સમયે મુંબઈથી દિલ્હી ફેફસા લઈ આવવામાં આવ્યા હતા. હોસ્પિટલના વરિષ્ઠ ડૉ. રાહુલ ચંદોલાએ જણાવ્યું હતું કે મેરઠના રહેવાસી 54 વર્ષીય દરદીને સીઓપીડીની બીમારી હતી. જેના કારણે તેમના ફેફસા સમાપ્ત થઈ ગયા હતા અને તેમને પ્રત્યારોપણની આવશ્યકતા હતી.
જોકે દેશમાં ફેફસાનું પ્રત્યારોપણ ગણતરીનું ત્રણ કે ચારમાં થઈ શકે છે. એવામાં આ દરદીઓ માટે સંભાવના ખૂબ ઓછી હોય છે. અમદાવાદમાં અંગદાનની સૂચના મળ્યા બાદ તેમની ટીમ સક્રિય થઈ અને દરદીનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે 15 ડોક્ટર, નર્સ અને અન્ય સ્ટાફે મળીને ઓપરેશનમાં મદદ કરી અને નવ કલાક બાદ સર્જરીની રાજીખુશીથી સમાપ્તિ થઈ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
