Homeગામનાં ચોરેઓમિક્રોન નામનું વાવાઝોડું : બ્રિટનમાં એક જ દિવસમાં એક લાખ કેસ

ઓમિક્રોન નામનું વાવાઝોડું : બ્રિટનમાં એક જ દિવસમાં એક લાખ કેસ

Team Chabuk-International Desk: કોવિડ-19નો ઓમિક્રોન વેરિએન્ટ વિશ્વભરમાં પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. બ્રિટનમાં એક દિવસમાં કોરોનાના એક લાખ કરતા વધારે કોરોના પોઝિટવ કેસ સામે આવ્યા છે. જ્યારે કે ગત અઠવાડિયે 93,045 કેસ હતા. યુકેના અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારના રોજ કોરોનાના 106,122 સંક્રમિત કેસ સામે આવ્યા હતા. તેની સાથે જ કોરોના 28 દિવસમાં 140 લોકોને ભરખી ગયો છે. કોરોનાની ગત લહેરમાં બ્રિટનમાં મહત્તમ 68,000 કેસ હતા. બીજી તરફ યુરોપના ફ્રાંસમાં બુધવારના રોજ 24 કલાકમાં 84,272 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા હતા. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં 100,000થી વધારે લોકો સંક્રમિત થઈ શકે છે.

અમેરિકામાં ફાઈઝરને છૂટ

અમેરિકામાં ફાઈઝરની કોવિડ-19ની ગોળીને ઘરગથ્થુ ઉપચાર માટે મંજૂરી આપી દેવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે આ ગોળી દરદીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને નવા વેરિએન્ટ પર પણ પ્રભાવી છે. ફાઈઝર ઈન્કે બુધવારના રોજ કહ્યું કે અમેરિકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસને એન્ટીવાયરસ કોવિડ-19ની ટેબલેટને મંજૂરી આપી દીઘી છે. જેથી તે કોરોના વાઈરસ માટે પ્રથમ ઘરગથ્થુ ઉપચાર હોઈ શકે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ગોળી ઝડપથી ફેલાય રહેલા વાઈરસને અટકાવી શકે છે.

ગુજરાતમાં ઓમિક્રોનનો રાફડો ફાટ્યો

ભારતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઓમિક્રોનના 9 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 23 કેસ સામે આવ્યા હતા. જેમાં મહેસાણામાં 2, આણંદમાં 2 અને અમદાવાદમાં પાંચ કેસ સામે આવ્યા છે. અહીં 19 સંક્રમિતોનો ઈલાજ ચાલી રહ્યો છે. જ્યારે ચારને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

હિમાચલમાં 23 વિદ્યાર્થી ઝપેટમાં

હિમાચલ પ્રદેશના બિલાસપુર સ્થિત રાજકીય હાઈસ્કૂલ દેલગમાં 23 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ છે. આ કારણે શાળા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે. 23 વિદ્યાર્થીઓને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. અહીં તેમનો ઈલાજ ચાલશે. હિમાચલ પ્રદેશમાં કોરોનાના ઘટતા કેસને ધ્યાને રાખતા શાળાઓ ખોલવામાં આવી હતી પણ ખોલતાની સાથે જ કોરાનાદૈત્યનું આક્રમણ થઈ ગયું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments