Team Chabuk-National Desk: કોરોના વાઈરસનું ઓમિક્રોન સ્વરૂપ હવે દેશના 15 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. તેના પ્રસારને જોતા આઈઆઈટીના વિશેષજ્ઞોએ ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. દિલ્હી સરકારે ખતરાને જોતા ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર રોક લગાવી દીધી છે. દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 250 સંક્રમિતો મળી ચૂક્યા છે. જોકે સ્વાસ્થ્ય મંત્રાલયે 213ની પુષ્ટી કરી છે. જેમાંથી 90 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સરકારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 54 કેસની જ્યારે રાજ્ય સરકાર દ્વારા 65 કેસ ચોપડા પર બતાવવામાં આવ્યા છે.
આજે પ્રધાનમંત્રી સમીક્ષા કરશે
દેશમાં ઓમિક્રોનના ઝડપથી થઈ રહેલા પગપેસારાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારના રોજ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. દેશભરમાં કોરોનાના એક જ દિવસમાં 6,317 કેસ સામે આવ્યા છે. જે મંગળવારની તુલનામાં 18.6 ટકા વધારે છે. આ સમયે કોરોનાના 318 દરદીઓનાં મૃત્યું થયા છે.
ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર
કોરોના વાઈરનું ભયજનક સ્તર જ્યારે દેશને ધીમે ધીમે અજગર ભરડામાં લઈ રહ્યું છે ત્યારે ઓમિક્રોન અત્યાર સુધીમાં 15 રાજ્યોને ઝપેટમાં લઈ ચૂક્યું છે. ઓમિક્રોનના પ્રસારને જોતા આઈઆઈટી નિષ્ણાતોએ ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. આ સમયે રોજ દોઢ લાખ કેસ આવી શકે છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના 213 કેસની પુષ્ટી કરી છે. જોકે આંકડાઓ 230 હોવાનું સામે આવી રહ્યું છે. જેમાંથી 90 દરદીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફરી ચૂક્યા છે. સરકારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 54 કેસની પુષ્ટી કરી છે. જ્યારે રાજ્ય સરકારે 65 કેસ નોંધ્યા છે. ઓમિક્રોનના ભયને જોતા દિલ્હી સરકારે ક્રિસમસ સહિત નવા વર્ષની પાર્ટીઓ પર રોક લગાવી દીધી છે.
સૂત્રનું અનુમાન
આઈઆઈટી કાનપુર અને હૈદરાબાદના બે વિશેષજ્ઞોએ સુપર મોડલ ‘સૂત્ર’ દ્વારા અનુમાન લગાવ્યું છે કે ઓમિક્રોનના આ સ્વરૂપથી જ દેશમાં ત્રણ મહિના બાદ ત્રીજી લહેર જોવા મળી શકે છે. કાનપુર આઈઆઈટીના પ્રોફેસર મનીંદ્ર અગ્રવાલ અને આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગરે જણાવ્યું કે સૌથી ખરાબ સ્થિતિ ફેબ્રુઆરીમાં થશે જ્યારે રોજના 1.5થી 1.8 લાખ કેસ સામે આવશે. માર્ચ મહિનામાં ઓમિક્રોનના કેસમાં સતત ઘટાડો નોંધાશે. જોકે ચિંતાની જગ્યાએ સાવધાની રાખવાની જરૂર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
